- NIA ની ગેંગસ્ટર સિન્ડિકેટ સામે મોટી કાર્યવાહી
- દેશના 70 થી વધુ સ્થળો પર દરોડા
દિલ્હીઃ- દેશમાં ચાલી રહેલા અપરાધ અને કૌભાંડ મામલે નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી દિવસેને દિવસે સખ્ત બનતી જોવા મળી રહી છે ત્યારે હવે ગેંગસ્ટર સિન્ડિકેટ પર મોટી કાર્યવાહી કરવામાં આવી છે.પ્રાપ્ત વિગત પ્રમાણે એનઆઈએ દ્રારા પંજાબ, હરિયાણા, રાજસ્થાન, દિલ્હી, ચંદીગઢ, ઉત્તર પ્રદેશ, ગુજરાત અને મધ્ય પ્રદેશમાં 70 થી વધુ સ્થળોએ દરોડા પાડ્યા છે. આ દરોડાઓ ગેંગસ્ટર અને તેના અપરાધી સિન્ડિકેટ વિરુદ્ધ નોંધાયેલા કેસના સંદર્ભમાં પાડવામાં આવ્યા છે.
. છેલ્લા 6 મહિનામાં NIA દ્વારા ગેંગસ્ટર-આતંકવાદી સાંઠગાંઠ તોડવા માટે આ ત્રીજો મોટો દરોડો છે. છેલ્લા 3 મહિનામાં લોરેન્સ બિશ્નોઈ ગેંગના સભ્યોની પૂછપરછ બાદ આ કાર્યવાહી કરવામાં આવી રહી છે. પૂછપરછ દરમિયાન એવું જાણવા મળ્યું કે લોરેન્સ બિશ્નોઈ ગેંગ આ રીતે પોતાની ગેંગ ચલાવતી હતી. જેથી સામાન્ય જનતાના મનમાં એક ડર પેદા થાય છે.ત્યાર બાદ આ કાર્યવાહી હાથ ધરાઈ હતી.NIA રિમાન્ડ પર લોરેન્સ બિશ્નોઈ સહિત ઘણા ગેંગસ્ટરોની પૂછપરછ કરી રહી હતી, જેમાં કેટલીક મહત્વપૂર્ણ માહિતી સામે આવી હતી.
આ કેસ 2022 માં નોંધાયો હતો જ્યારે તે બહાર આવ્યું હતું કે આતંકવાદી સંગઠનો અને વિદેશી દેશોમાં સ્થિત આતંકવાદી તત્વો દેશના ઉત્તરી રાજ્યોમાં સંગઠિત ગુનાહિત ગેંગના નેતાઓ અને સભ્યો સાથે મળીને ટાર્ગેટ કિલિંગ અને હિંસક ગુનાઓને અંજામ આપવા માટે કામ કરી રહ્યા હતા.હવે આ મામલે તપાસ એજન્સીઓએ અપરાધીઓના ધંધાની ઊંડી તપાસ કરી ત્યારે એવું પણ જાણવા મળ્યું કે આ વસૂલાત બુકીઓ, ફાઇનાન્સર્સ, દરજીઓ, મોલના માલિકો, ક્રશરના ધંધાર્થીઓ અને પ્રોપર્ટી ડીલરો પાસેથી પણ કરવામાં આવી હતી.જેને લઈને આ દરોડા પાડીને કાર્વાયહી કરવામાં આવી છે.