Site icon Revoi.in

Nicos Christodoulides સાયપ્રસના નવા રાષ્ટ્રપતિ બન્યા,PM મોદીએ પાઠવ્યા અભિનંદન

Social Share

દિલ્હી:વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે સાયપ્રસના ચૂંટાયેલા રાષ્ટ્રપતિ Nicos Christodoulides ને અભિનંદન આપ્યા હતા અને કહ્યું હતું કે તેઓ દ્વિપક્ષીય સંબંધોને વધારવા માટે તેમની સાથે નજીકથી કામ કરવા આતુર છે.

વડા પ્રધાને ટ્વીટ કર્યું, “મહામહિમ નિકોસને સાયપ્રસના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાવા બદલ અભિનંદન.હું ભારત-સાયપ્રસ સંબંધોને વધારવા માટે તેમની સાથે મળીને કામ કરવા આતુર છું.

પૂર્વ વિદેશમંત્રી રહી ચુકેલા Nicos Christodoulides ને બીજા અને અંતિમ રાઉન્ડના મતદાન પછી રવિવારે સાયપ્રસની રાષ્ટ્રપતિની ચૂંટણી જીતી ગયા.તેમણે એકતા સરકાર અને તુર્કી સાયપ્રસની સાથે શાંતિ વાટાઘાટોમાં મડાગાંઠને તોડવા માટે કામ કરવાનું વચન આપ્યું છે.