Site icon Revoi.in

નાઇજીરિયાએ દેશમાં ટ્વિટર પર અનિશ્ચિત સમય માટે પ્રતિબંધ મૂક્યો

Social Share

દિલ્હી: જ્યાં એક તરફ ટ્વિટર વિશ્વભરના મોટા નેતાઓના એકાઉન્ટ પર કાર્યવાહી કરી રહ્યું છે, તો કેટલાક દેશોમાં પણ તેની ઉપર તલવાર લટકાઈ રહી છે. આવો જ એક કિસ્સો નાઇજીરિયામાંથી પણ સામે આવ્યો છે. સરકારે ટ્વિટર પર અનિશ્ચિત સમય માટે પ્રતિબંધ મૂક્યો છે.

નાઇજીરિયાએ કહ્યું છે કે, તેણે દેશમાં ટ્વિટરની ગતિવિધિયોને  અનિશ્ચિત સમય માટે સ્થગિત કરી દીધી છે. બે દિવસ પહેલા જ ટ્વિટરે રાષ્ટ્રપતિ મુહમ્મદ બુહારીનું ટ્વિટ હટાવ્યું હતું.જેમાં તેમણે પ્રાદેશિક અલગાવવાદીઓને સજાની ચેતવણી આપી હતી.

નાઇજીરિયાના રાષ્ટ્રપતિ મુહમ્મદ બુહારીએ મંગળવારે ‘સિવિલ વાર’ અંગે ટ્વિટ કર્યું હતું.ત્યારબાદ ટ્વિટરે બુહારીનું એકાઉન્ટ બંધ કરી દીધું હતું. ભૂતપૂર્વ સૈન્ય જનરલ રહેલા બુહારીએ નિવેદનમાં દક્ષિણપૂર્વમાં હિંસાનો ઉલ્લેખ કર્યો હતો. અહીં અધિકારીઓએ અલગાવવાદીઓ પર પોલીસ અને ચૂંટણી અધિકારીઓ પર હુમલો કરવાનો આરોપ લગાવ્યો હતો. લગભગ 50 વર્ષ પહેલાં 30 મહિના સુધી ચાલેલા સિવિલ વારમાં 10 લાખથી વધુ લોકો માર્યા ગયા હતા.