Site icon Revoi.in

નાઇજિરિયાના સેના પ્રમુખ લેફ્ટનન્ટ જનરલ ઇબ્રાહિમ અતાહિરુનું વિમાન દુર્ઘટનામાં મોત

Social Share

દિલ્હી: નાઇજિરિયાના સેના પ્રમુખ લેફ્ટનન્ટ જનરલ ઇબ્રાહિમ અતાહિરુનું વિમાન દુર્ઘટનામાં નિધન થયું છે. અહેવાલ મુજબ, અતાહિરુ ઉત્તરી રાજ્ય કડુનાની સત્તાવાર મુલાકાત માટે રવાના થયા હતા, જ્યાં હાલના મહિનાઓમાં સુરક્ષા પડકારો સામે આવ્યા છે.

પાકિસ્તાને ચીનના સહયોગથી ઘરેલું સ્તર પર બનાવવામાં આવેલ ત્રણ જેએફ -17 થંડર લડાકુ વિમાનને શુક્રવારે સત્તાવાર રીતે નાઇજિરિયાને સોંપી દીધા. સત્તાવાર નિવેદન અનુસાર, નાઇજિરિયા એરફોર્સની 57 મી વર્ષગાંઠ પર મકુર્ડીમાં નાઇજિરિયા એરફોર્સ બેઝ પર આયોજિત સમારોહમાં પાકિસ્તાન એરોનોટીકલ કોમ્પ્લેક્સ’ દ્વારા બનાવવામાં આવેલ લડાકુ વિમાનોને સામેલ કરવામાં આવ્યા.

નાઇજિરિયાના રક્ષામંત્રી મેજર જનરલ બશીર મગશી અને પાકિસ્તાન એર માર્શલ સૈયદ નોમાન અલી આ સમારોહમાં હાજર રહ્યા હતા. એર માર્શલ અલીએ કહ્યું કે, આ સમારોહ પાકિસ્તાનના જેએફ -17 કાર્યક્રમ માટે એતિહાસિક છે અને તે બંને દેશો વચ્ચે મજબૂત લશ્કરી સહયોગ અને વિશ્વાસ દર્શાવે છે. જેએફ -17 થંડર ઓછું વજન અને મલ્ટિ-રોલ ફાઇટર એરક્રાફ્ટ છે. ચીને આ વિમાનની તકનીક વિકસાવી છે.