Site icon Revoi.in

અમદાવાદ સહિત ચાર શહેરોમાં રાત્રિ કર્ફ્યુ તા. 15મી એપ્રિલ સુધી લંબાવાયો

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના વોઝિટિવ કેસમાં રોકેટ ગતિએ વધારો થઈ રહ્યો છે. જેથી સંક્રમણ વધારે ન ફેલાય તે માટે રાત્રિ કરફ્યુનો અમલ કરવામાં આવી રહ્યો છે. હવે આ કરફ્યુની સમય મર્યાદા તા. 15મી એપ્રિલ સુધી લંબાવવામાં આવી છે. હવે અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં રાતના 9થી સવારે 6 કલાક સુધી કરફ્યુ યથાવત રહેશે. દરમિયાન નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પ્રજાને માસ્ક સહિત કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવા અપીલ કરી હતી.

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, સમગ્ર દેશમાં જે કોરોનાના કેસ વધી રહ્યા છે, ગુજરાતમાં પણ કેસ વધી રહ્યા છે. વધતા કેસોને ધ્યાનમાં રાખીને કરફ્યૂની મુદત વધારવામાં આવી છે. રોજગારી ધંધા ચાલુ રહે તે પણ ધ્યાન રાખી રહ્યા છે. જાહેર જમાવડા ન થાય તે માટે ગુજરાતના અલગ અલગ શહેરોના કમિશ્નરો પોતાની રીતે નિર્ણય લઈ રહ્યા છે. વિધાનસભા સચિવાલયમાં હજારો નાગરિકો કામ કરવામાં માટે આવતા હોય છે. ગઈ કાલે જે ટેસ્ટ કર્યા છે તેમાં ઘણા કર્મચારીઓ પોઝિટિવ આવ્યા છે. જેથી અહીં કામ વગર કોઈ નાગરિક ન આવે તેવી અપીલ કરું છું.

ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજકુમારે જણાવ્યું હતું કે, કોરોના સંક્રમણના વ્યાપને ધ્યાનમાં લેતાં રાજ્ય સરકારે કેન્દ્ર સરકારની કોરોના કોવિડ-19 સંક્રમણ નિયંત્રણ માર્ગદર્શિકા આગામી તા. 30 એપ્રિલ સુધી યથાવત રાખવાનો નિર્ણય કર્યો છે.