અમદાવાદઃ કોરોનાનું સંક્રમણ સતત ઘટતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. દરમિયાન અમદાવાદ સહિત રાજ્યના ચાર શહેરોમાં રાત્રિ કર્ફ્યુ યથાવત રાખીને સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. રાતના 12થી સવારના 6 કલાક સુધી હવે કર્ફ્યુનો અમલ થશે. આગામી તા. 28મી ફેબ્રુઆરી સુધી અમદાવાદ સહિત ચાર શહેરોમાં રાત્રિ કર્ફ્યુનો અમલ કરવામાં આવશે.
પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાતના કોરોના કેસમાં વધારો થતા અમદાવાદ સહિતના શહેરોમાં રાત્રિ કર્ફ્યુ નાખવામાં આવ્યો હતો. જો કે, કોરોનાના કેસમાં ઘટાડો થતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. હાલ રાતના 11થી સવારના 6 કલાક સુધી રાત્રી કર્ફ્યુનો અમલ કરવામાં આવી રહ્યો છે. જો કે, આજે સમય મર્યાદા પૂર્ણ થતી હોવાથી સરકાર દ્વારા રાત્રી કરફ્યુને તા. 28મી ફેબ્રુઆરી સુધી લંબાવવામાં આવ્યો છે. જો કે, કર્ફ્યુના સમયમાં શહેરીજનોને છુટછાટ આપવામાં આવી છે. હવે રાતના 12થી સવારના 6 કલાક સુધી રાત્રી કર્ફ્યુનો અમલ કરવામાં આવશે. તેમજ કર્ફ્યુનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.