ગુજરાતમાંથી હટાવાયો રાત્રી કર્ફ્યૂ – લગ્ન સહીત સામાજિક કાર્યોમાં હવે માં 75 ટકા લોકોને મંજૂરી
- ગુજરાત બન્યું કર્ફ્યૂ મૂક્ત
- વડોદરા અમદાવાદમાંથી કર્ફ્યૂ હટાવયો
- કોરોનાના કેસ ઘટના નિયંત્રણો હળવા થયા
અમદાવાદઃ- છેલ્લા ઘણા સમયથી ચાલી રહેલી કોરોના મહામારીને કારણે દેશભરના રાજ્યોમાં અનેક પ્રતિબંધો સહીત રાત્રી કર્ફ્યૂ લાગૂ કરવામાં આવ્યુ હતું જો કે હવે કોરોનાના કેસો ઘટતા જતા અનેર પ્રતિબંધો હળવા થી રહ્યા છે આજ શ્રેણીમાં ગુજરાતમાંથી રાત્રી કર્ફ્યૂ હટાવી લેવામાં આવ્યું છે,હવે ગુજરાત કર્ફ્યૂ મૂક્ત બન્યું છે.
ઉલ્લેખનીય છે કે વિતેલી સાંજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં અમદાવાદ અને વડોદરા શહેર પરથી રાત્રિ કર્ફ્યૂ હટાવી લેવાયો મહત્વનો નિકર્ણય અમલી બન્યો છે.
રાજ્ય સરકારના આ નિર્ણય બાદ હવેથી રાજ્ય કર્ફ્યૂમુક્ત થયું છે. આ બાબતે રાજ્યમાં કોરોના સંક્રમણ નિયંત્રણની સ્થિતિનીસમીક્ષા કરીને કોવીડ એપ્રોપ્રીએટ બિહેવિયર અને તકેદારી સાથે કેટલાક નિયંત્રણો હળવા કરવા સહીત અનેક છૂટછાટ આપવાનો નિર્ણય લેવાયો બહતો
આ સાથે જ હવેથી મેદાનમાં કે ખુલ્લી જગ્યામાં થતા લગ્ન પ્રસંગ અને જાહેર કાર્યક્રમોમાં 75 ટકા ની હાજરીને મંજૂરી આપવામાં આવી છે આ સાથે જ વ્યવસાય સાથે સંકળાયેલા લોકો માટે વેક્સિનના બે ડોઝ ફરજિયાત કરાયા છે.
હવેથી રાજ્યભરમાં થતા સામાજિક, રાજકીય, ધાર્મિક મેળાવડાઓ અને લગ્ન પ્રસંગોમાં ખુલ્લી જગ્યામાં 75 ટકા અને બંધ જગ્યાએ 50 ટકા વ્યક્તિઓની ક્ષમતાને મંજૂરી અપાઈ છે.જો હાલ પણ લગ્ન માટે આગહળથી નોઁધણી કરાવી ફરજિયાત રહેશે