કોરોનાના કેસો હળવા થતા ઉત્તરપ્રદેશમાં રાત્રી કર્ફ્યૂનો સમય ઘટાડાયો
- ઉત્તરપ્રદેશમાં નાઈટ કર્ફ્યૂનો સમય ઘટાડાયો
- કોરોનાના કેસોમાં રાહત મળતા લેવાયો નિર્ણય
લખનૌઃ- દેશભરમાં કોરોનાની ત્રીજી લહેર ઘીમી પડી રહી છે,જેને લઈને ઘણા રાજ્યોએ એનક પ્રતિબંઘો હળવા કરી દીધી છે ત્યારે હવે યુપી પ્રશાસને કોરોનાને કારણે લાદવામાં આવેલા નાઇટ કર્ફ્યુના સમયમાં પણ ઘટાડો કર્યો છે. નાઇટ કર્ફ્યુનો સમય રાત્રે 10 વાગ્યાથી વધારીને 11 વાગ્યા સુધી કરવામાં આવ્યો છે.
વહીવટ પ્રશાસને આ નિર્ણય કોરોનાના કેસમાં ઘટાડાને પગલે લીધો છે. નાઇટ કર્ફ્યુ રાત્રે 10 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી છે. તેમાં હવે એક કલાકનો ઘટાડો કરીને 11 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી કરવામાં આવ્યો છે
આ સાથે જ આ પહેલા રાજ્યની તમામ શાળાઓને ધોરણ 1 થી ધોરણ 12 સુધી ખોલવાના આદેશ પણ આપવામાં આવ્યા છે. ધોરણ 9 થી 12 સુધીની શાળાઓ 7 ફેબ્રુઆરીથી ખુલવામાં આવી છે, જ્યારે ધોરણ 1 થી 8 સુધીની શાળાઓ સોમવાર, 14 ફેબ્રુઆરીથી ખુલવા જઈ રહી છે