ઉત્તરપ્રદેશમાં આવતી કાલે બીજા તબક્કાના મતદાનની સ્થિતિ વચ્ચે આજે રાત્રીથી નાઈટ કર્ફ્યૂ હટાવાશે
- યુપીમાં આજે રાત્રીથી નાઈટ કર્ફ્યૂ હટાવાશે
- એક બાજૂ ચૂંટણી તો બીજી તરફ હવે રાત્રે ખુલીને ફરી શકાશે
લખનૌઃ- દેશભરમાં કોરોનાની ત્રીજી લહેર ઘીમી પડી ચૂકી છે ત્યારે દરેક રાજ્યો પોતપોતાની રીતે સ્થિતિને જોતા કોરોનામાં લગાવેલા પ્રતિબંઘો હળવા કરી રહ્યું છે ત્યારે આ8 શ્રેણીમાં આજે રાતથી ઉત્તર પ્રદેશે નાઈટ કર્ફ્યૂ હટાવવાનો નિર્ણય લીધો છે.
પ્રાપ્ત વિગત પ્રમાણે આવતી કાલે રવિવારે રાજ્યમાં ત્રીજા તબક્કાનું મતદાન યોજાનાર છે. દરમિયાન, યુપી સરકારે નિર્ણય લીધો છે કે રાત્રિ કર્ફ્યુ આજ રાતથી હટાવી લેવામાં આવશે. આવો નિર્ણય કોરોનાના ઘટતા કેસોને લઈને લેવામાં આવ્યો છે.
ઉત્તર પ્રદેશ સરકારના અધિક મુખ્ય સચિવ અવનીશ કુમાર અવસ્થીએ જારી કરેલા પત્રમાં કહેવામાં આવ્યું છે કે કોરોનાના વધતા જતા કેસોને કારણે રાત્રે 10 વાગ્યાથી સવારના 5 વાગ્યા સુધી નાઈટ કર્ફ્યુ લાદવામાં આવ્યો હતો. પરંતુ રાજ્યમાં કોરોનાના કેસ ઓછા થતા તેને દૂર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેમણે રાજ્યના તમામ ઉચ્ચ પોલીસ અધિકારીઓને આ અંગે પત્ર દ્વારા સૂચનાઓ પણ આપી છે.
ઉલ્લેખનીય છે કે કોરોનાના કેસો હળવા થતાની સાથે જ ગુજરાતમાં પણ પાબંધિઓ હળવી કરવામાં આવી છે.કોરોનાના ઘટતા કેસોને કારણે ઘણા રાજ્યોએ પ્રતિબંધો હટાવવાનું શરૂ કરી દીધું છે. ગુજરાત સરકારે ગુરુવારે રાજ્યના છ શહેરોમાં 19 ફેબ્રુઆરીથી લાગુ કરાયેલા નાઇટ કર્ફ્યુને સમાપ્ત કરવાનો નિર્ણય લીધો હતો.