1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. બનાસનદીમાં છેલ્લા 15 દિવસમાં જ નવા જણાં તણાયા, તંત્રની મનાઈ છતાં લોકો નહાવા જાય છે
બનાસનદીમાં છેલ્લા 15 દિવસમાં જ  નવા જણાં તણાયા, તંત્રની મનાઈ છતાં લોકો નહાવા જાય છે

બનાસનદીમાં છેલ્લા 15 દિવસમાં જ નવા જણાં તણાયા, તંત્રની મનાઈ છતાં લોકો નહાવા જાય છે

0
Social Share

પાલનપુરઃ બનાસકાંઠા જિલ્લામાં સીઝનનો સવાસો ટકાથી વધુ વરસાદ પડી ગયો છે. સારા વરસાદના પગલે નદી-નાળાઓ છલકાયા છે. જેમાં ઉપરવાસમાં ભારે વરસાદના કારણે બનાસ નદી ગાંડીતુર બની હતી. ખાલી પડેલ દાંતીવાડા ડેમમાં પાણીની આવકમાં વધારો થતાં ડેમનું લેવલ 600 ફૂટ નજીક નજીક પહોંચી જતા દાંતીવાડા ડેમના દરવાજા એક બાદ એક કુલ ચાર દરવાજા ખોલવામાં આવ્યા હતા. જેને લઈ વહીવટીતંત્રએ દાંતીવાડાથી નીચાણવાળા વિસ્તારોમાં તેમજ રાજસ્થાનથી ગુજરાતમાં પ્રવેશતા બનાસ નદી કાંઠાના ગામોના તમામ ગામોને જિલ્લા વહીવટીતંત્ર જિલ્લા કલેકટર તાલુકા મામલતદારો દ્વારા સચેત રહેવા અને નદીના પટમાં ન ઉતરવા વારંવાર અપીલો કરવા આવી હતી.તેમજ બનાસ નદીના પટમાં ન જવા તંત્ર દ્વારા જાહેરનામું પણ પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું. છતાં પણ 14 ઓગસ્ટ થી લઈ 27 ઓગસ્ટ સુધી એટલે કે પખવાડિયામાં અમીરગઢથી લઈ કાંકરેજ સુધી કુલ નવ જેટલા લોકો બનાસ નદીમાં તણાયા હતા. જેમાં ચાર લોકોના મૃતદેહો મળી ગયા છે. પરંતુ હજુ પાંચ લોકોની નદીમાં શોધખોળ કરવામાં આવી રહી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ બનાસનદીમાં વર્ષો બાદ પૂર આવ્યું હતું. નદી બેકાંઠે વહેતી થતાં ઘણાબધા નદીમાં નહાવા માટે પડતા હતા, સરકારે મનાઈ ફરમાવી હોવા છતાં બનાસનદીમાં કેટલાક લોકો નહાવા માટે પડ્યા હતા. છેલ્લા પખવાડિયામાં જ નદીમાં નહાવા પડેલામાંથી નવ જણાં નદીના પ્રવાહમાં તણાઈ ગયા હતા. તંત્ર દ્વારા નદીમાં શોધખોળ કરીને ડુબી ગયેલા નવમાંથી ચાર જણાના મૃતદેહો શોધી કાઢ્યા હતા. કેટલાક ગામોમાં તો પોલીસે લોકો નદીમાં નહાવા માટે ન જાય તે માટે પોલીસ પહેરો પણ ગોઠવ્યો છે.  જે લોકો નદીમાં નહાવા જતાં તણાઈ ગયા હતા જેમાં સગીરા  ઇકબાલગઢ નજીક વિશ્વેશ્વરમાં નાહવા જતા ઊંડા પાણીમાં ગરકાવ થતાં તેનું મોત નીપજ્યું હતું. ઉપરાંત અમીરગઢ પાસે બનાસ નદીમાં ન્હાવા પડેલ એક બાળક સુરવીર માજીરાણા ઉંમર આશરે 10 વર્ષ પાલનપુર વાળા ઊંડા પાણીમાં ગરકાવ થતાં તેનું મોત નીપજયું હતું  જીતુભાઈ સવાનિયા વાળા કોઝવે પરથી પડી જતા ઊંડા પાણીમાં ગરકાવના કારણે સ્થાનિક તરવૈયાઓ અને બચાવી લેવામાં આવ્યા હતા. પરંતુ અમીરગઢ થી પાલનપુર જતા સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું. દાંતીવાડા ડેમમાંથી પાણી છોડાતા 25 ઓગસ્ટના પાણી બનાસ નદી ડીસા પાસે પહોંચી ગયું હતું. જેમાં ત્રણ યુવકો ઈકબાલભાઈ અબ્બાસ ભાઈ સુમરા, ઈલિયાસભાઈ મહંમદભાઈ સુમરા,બદરેઆલમ એ ઘસુરા બે મિત્રો પાણીમાં ડૂબવા લાગત ત્રીજો મિત્ર તેમને બચાવવા જતા ત્રણ યુવકો તણાયા હતા. હજુ સુધી તેમની શોધખોળ જારી છે. તેમજ 26 ઓગસ્ટના કાંકરેજના ઉંબરી નજીક નરસિંહભાઈ ઘટાડ ઉંમર 13 વર્ષ રવજીભાઈ ઘટાડ ઉંમર 33 વર્ષ બંને કાંકરેજના ઉંબરી રહેવાસી બે લોકો નદીમાં ડૂબ્યા હતા. જેમાં એકનો મૃતદેહ મળી આવ્યો હતો. એક ઈસમ નો શોધખોળ હાથ ધરી છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code