સુરતઃ શહેરના મહાનગર પાલિકાના ફાયર અને ઈમરજન્સી સવિર્સીસ વિભાગ દ્વારા ફાયર સેફ્ટીની અપૂરતી સુવિધા હોવાથી કુલ સાત હોસ્પિટલો, ૧ હોટલ, ૧ માર્કેટ મળી કુલ ૯ એકમોમાં સીલિંગની કાર્યવાહી કરવામાં આવતા ફાયર સુવિધા ન ધરાવતા કમોમાં ફફડાટ વ્યાપી ગયો હતો.
ફાયર બ્રિગેડે જણાવ્યા મુજબ આજે ગોપાલ હોસ્પિટલ, બીજો માળ પીપલ્સ પોઈન્ટ, ડોક્ટર હાઉસ, પીપલ્સ ચાર રસ્તા, કતારગામ અને શામી ચિલ્ડ્રન હોસ્પિટલ એન્ડ ડેન્ટલ ક્લીનિક, ધન્વંતરી કોમ્પ્લેક્ષનો પહેલો માળ સીલ કરી દીધો હતો. ઉપરાંત સેન્ટ્રલ ઝોનમાં હોટલ લીમડા ૬/૨૮૧, મંછરપુરા, કોલાસવાડ, ઉનાપાની રોડ સુરત જેમાં કુલ ૧૫ રૂમોને સીલ કર્યા હતા.
તેમજ શાલીમાર ટેક્ષ્ટાઈલ માર્કેટ, સલાબતપુરા, ડોડીયાવાડ, સુરત- જેમાં કુલ ૧૯૭ દુકાનો સીલ કરવામાં આવી હતી. ઉપરાંત રાંદેર ઝોનમાં ડો. મિરલ કેર આઈ હોસ્પિટલ ૩૦૧-૩૦૨, ટાઈટેનિયમ સ્કવેર, અડાજણ ગામ ચાર રસ્તા અડાજણ અને રૂદ્રા આઈ ક્લીનિક ૪૦૩-૪૦૪, વેર્સ્ટન કોરીડોર, બાપ્સ હોસ્પિટલ પાસે, અડાજણ ગામ ચાર રસ્તા, અડાજણ તેમજ ડોડીયા ર્નસિંગ હોમ, બી-૧૦૧, ૧૦૬ શ્રીધર કોમ્પ્લેક્ષ, ગેઈલ ટાવર સામે, અડાજણ સુરત, ડો. અલ્પા ઈકો મેડીસીન એન્ડ રીસર્ચ સેન્ટર, વેસ્ટર્ન અરેના કોમશિર્યલ ગ્રીન સીટી રોડ, મધુવન સર્કલ પાસે અને ફેર્ન હોસ્પિટલ, ૩૨ મહેનગર સોસાયટી, ફાયર સ્ટેશન લાઈન, સ્ટાર બઝાર સામે, હજીરા રોડને પણ સીલ મારવાની કાર્યવાહી કરવામાં આવી હતી.