- કોરોનાથી થનારા મોતને લઈને આવી જાણકારી
- છેલ્લા બે મહિનામાં આ લોકોના થયા છે મોત
- 92 ટકા મોત વેક્સિન ન લેનારા લોકોના
દિલ્હી: કોરોનાની લહેર અત્યારે દેશમાં ધીમી પડી છે. પહેલા જેટલા કેસ હવે નોંધવામાં આવી રહ્યા નથી. કોરોનાને કારણે આજે પણ કેટલાક લોકોની મોત થાય છે જે ક્યાંકને ક્યાંક સરકાર તથા લોકો માટે ચીતાનો વિષય છે પણ એક જાણકારી અનુસાર છેલ્લા બે મહિનામાં જેટલા લોકોના કોરોનાથી મોત થયા છે તેમાંથી 92 ટકા લોકો દ્વારા વેક્સિન લેવામાં આવી નથી.
નીતિ આયોગના સભ્ય વીકે પોલે જણાવ્યું હતું કે મોતના આંકડા અને રસી લીધી છે કે નહીં તે તારણ પરથી એક વાત સ્પષ્ટ છે કે રસી અને રસીકરણને કારણે કોરોનાથી લાખો લોકોનું જીવન બચાવવામાં સફળતા મળી છે. રસીએ દેશને કોરોનાને કારણે થતા મોતની સંખ્યામાં વૃદ્ધીથી બચાવી લીધો છે.
આ વર્ષે કોરોનાને કારણે જે પણ લોકોના મોત નિપજ્યા છે તેમાં 92 ટકા લોકો એવા હતા કે જેમણે રસી લીધી જ નહોતી. એટલે કે રસી લીધી હોય તો પણ કોરોના થવાની શક્યતાઓ તો રહેલી છે પણ મૃત્યુ થવાની શક્યતાઓ ઘટી જાય છે.
ભારતીય આયુર્વિજ્ઞાનના ડો. બલરામ ભાર્ગવે જણાવ્યું હતું કે કોરોના સામે રક્ષણ આપવામાં રસી 98.9 ટકા પ્રભાવીત છે. જો રસીના બન્ને ડોઝ લઇ લેવામાં આવે તો રસી 99.3 ટકા અસરકારક સાબિત થાય છે.