કોરોના કરતા પણ જોખમી છે નિપાહ વાયરસ, મૃત્યુદર 40 થી 70 ટકા-ICMR
કેરળ માં છેલ્લા કેટલાક દિવસોથી નિપાહ વાયરસનું જોખમ જોવા મળી રહ્યું છે અત્યાર સુઘધી આ વાયરસના કારણે 2 દર્દીઓના મોત થઈ ચૂક્યા છે જેને લઈને ક્ન્દ્રની સરકાર અને રાજ્ય સરકાર એલર્ટ બની ત્યારે હવે આ વાયરસ કોરોના કરતા પણ વઘુ જોખની હોવાની બાબત સામે આવી છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે કેરળમાં નિપાહ વાયરસના કેસ મળી આવતા જ તબીબી સંસ્થાઓએ ચેતવણીઓ આપવાનું શરૂ કરી દીધું છે. દરમિયાન ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ એ કહ્યું છે કે નિપાહ વાયરસ કોરોના કરતા પણ વધુ ખતરનાક છે
જણાવાયું છે કે નિપાહ ચેપમાં મૃત્યુદર 40-70 ટકા છે, જ્યારે કોરોનામાં તે 2 થી 3 ટકા છે. આ કોરોના વાયરસના કારણે મૃત્યુ દર કરતા ઘણો વધારે છે. હાલમાં કેરળમાં નિપાહ વાયરસના 6 કેસ નોંધાયા છે, જેમાંથી 2 લોકોના મોત થયા છે. કોઝિકોડ જિલ્લાની તમામ શૈક્ષણિક સંસ્થાઓને 24 સપ્ટેમ્બર સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ICMRના ડિરેક્ટર જનરલ રાજીવ બહલે કહ્યું કે કેરળમાં નિપાહ વાયરસના ફેલાવાને રોકવા માટે તમામ પ્રયાસો ચાલી રહ્યા છે. તેમણે કહ્યું, ‘તમામ દર્દીઓ ચેપગ્રસ્ત દર્દીના સંપર્કમાં છે. વિવિધ ક્ષેત્રોના નિષ્ણાતોની બનેલી એક કેન્દ્રીય ટીમ પણ પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવા અને ઉપચારાત્મક પગલાં સૂચવવા કોઝિકોડ જિલ્લામાં પહોંચી છે.
આ સહીત કોન્ટેક્ટ ટ્રેસિંગ હેઠળ 1000 થી વધુ લોકોને ટ્રેસ કરવામાં આવ્યા છે.આઈસીએમઆર અધિકારીએ નિપાહ વાયરસના નિવારણ અને ફેલાવા સામે લેવામાં આવતા સાવચેતીનાં પગલાં વિશે પણ માહિતી આપી હતી.
નવી દિલ્હીમાં એક પ્રેસ કોન્ફરન્સને સંબોધતા, ICMR DG રાજીવ બહલે કહ્યું કે ભારત નિપાહ વાયરસના ચેપની સારવાર માટે ઓસ્ટ્રેલિયા પાસેથી મોનોક્લોનલ એન્ટિબોડીઝના 20 વધુ ડોઝ ખરીદશે. આ સાથે જ કહેવામાં આવ્યું છે કે વ્યક્તિએ પોતાની કાળજી રાખવી જોઈએ અને કોી પણ લક્ષણ દેખાતા અલગતા એ પણ રક્ષણની એક પદ્ધતિ છે જે કરાવવું જોઈએ. જો લક્ષણો દેખાય, તો વ્યક્તિએ પોતાને અલગ રાખવું જોઈએ અને તરત જ ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ.
tags:
Nipah virus