દિલ્હીઃ કેરળ રાજ્યમાં નિપાહ નવાયરસનું જોખમ વઘતુ જઈ રહ્યું છે રાજ્ય સરકાર સહીત કેન્દ્રીની આરોગ્ય ટીમ પણ ખાસ નજર રાખી રહી છે ત્યારે સરકાર દ્રારા વાયરસને ફેલાતો અટકાવવા માટે અનેક પ્રકારના જરુરી પગલા લેવામાં આવી રહ્યા છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે કેરળમાં નિપાહ વાયરસના ચેપને ધ્યાનમાં રાખીને, રાજ્ય સરકારે તેની ઈ-સંજીવની ટેલીમેડિસિન સિસ્ટમ હેઠળ વિશેષ બહારના દર્દીઓ વિભાગ સેવા શરૂ કરી છે. કોઝિકોડ જિલ્લા કલેક્ટર એફેસબુક પોસ્ટમાં કહ્યું કે આ સેવા નિપાહ સંબંધિત આશંકાઓ દૂર કરવામાં મદદ કરશે. જે લોકો ચેપના લક્ષણો બતાવી રહ્યા છે તેઓ ડૉક્ટરની મુલાકાત લીધા વિના ઑનલાઇન તબીબી મદદ લઈ શકે છે
ઉલ્લેખનીય છેસકે ઈ-સંજીવની નિપાહ ઓપીડી સેવા સવારે 8 થી સાંજના 5 વાગ્યા સુધી ઉપલબ્ધ રહેશે. ઈ-સંજીવની પ્લેટફોર્મ દ્વારા તમે હોસ્પિટલમાં ગયા વગર ઘરે બેઠા સારવાર મેળવી શકો છો.
આ સાથે જ , કેરળ સરકારે રવિવારે કહ્યું કે રાજ્યમાં સતત બીજા દિવસે નિપાહ વાયરસનો કોઈ નવો કેસ નોંધાયો નથી. રાજ્યમાં અત્યાર સુધીમાં છ લોકો નિપાહથી સંક્રમિત જોવા મળ્યા છે. તેમાંથી બેના મોત ઈન્ફેક્શનના કારણે થયા છે.જો કે હાલ તો સ્થિતિ નિયંત્રણમાં છે.
ઉલ્લેખનીય છે કે અગાઉ પણ નિપાહ વાયરસના કેસ નોંધાયા છે તમને જણાવી દઈએ કે કેરળમાં ચોથી વખત નિપાહ વાયરસના સંક્રમણના કેસની પુષ્ટિ થઈ છે. અગાઉ, 2018 અને 2021 માં કોઝિકોડમાં અને 2019 માં એર્નાકુલમમાં તેના કેસ નોંધાયા હતા.ત્યારે હવે રાજ્યની સરકાર સતર્ક બનીને વાયરસના નિવારમ માટે કાર્ય કરી રહી છએ લોકોને પણ સાવચેત રહેવાની સલાહ આપવામાં આવી છે સાથે જ કોરોનાના નિયમોની જેમ વાંરવાર હાથ ઘોવા જેવા સુચનો પણ આપવામાં આવ્યા છે.