Site icon Revoi.in

નિરમા યુનિવર્સિટીને પદવીદાન સમારોહ શનિવારે યોજાશે, 55 વિદ્યાર્થીઓને અપાશે મેડલ

Social Share

અમદાવાદઃ નિરમા યુનિવર્સિટીનો પદવીદાન સમારોહ કાલે 4 નવેમ્બરને શનિવારના રોજ યોજાશે. આ પદવીદાન સમારોહમાં મુખ્ય મહેમાન તરીકે ટેક મહિન્દ્રાના મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર સી પી ગુરનાની ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત નિરમા યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ ડૉ. કરસન પટેલ અને અન્ય બોર્ડના સભ્યો આ કાર્યક્રમમાં હાજરી આપશે.

નિરમા યુનિવર્સિટીના પદવીદાન સમારોહમાં યુનિવર્સિટીના 44 પીએચડી, 790 અનુસ્નાતક અને 2,042 સ્નાતક વિધાર્થીઓને ડિગ્રી એનાયત કરાશે. કુલ 2876 સ્નાતક વિધાર્થીઓમાંથી 1924  વિધાર્થીઓ અને 952  વિધાર્થિનીઓ છે. આ ઉપરાંત યુનિવર્સિટીના 55 વિદ્યાર્થીઓને શૈક્ષણિક ક્ષેત્રે તેમના અનુકરણીય પ્રદર્શન માટે 62 મેડલ પણ પ્રદાન કરાશે. જેમાંથી 26  વિધાર્થીઓ છે જ્યારે 29 વિદ્યાર્થિઓનો સમાવેશ થાય છે. યુનિ. દ્વારા પદવીદાન સમારોહની તૈયારીઓ પૂર્ણ કરી દીધી છે.

નિરમા યુનિ.ના સૂત્રોના જણાવ્યા મુજબ યુનિ.ના પદવીદાન સમારોહમાં મુખ્ય મહેમાન તરીકે સી પી ગુરનાની ઉપસ્થિત રહેશે. ગુરનાની ટેક મહિન્દ્રાના મેનેજીંગ ડાયરેકટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર છે અને મહિન્દ્રા હોલીડેઝ એન્ડ રિસોર્ટ્સ ઈન્ડિયા લિમિટેડના પણ ચેરમેન છે. તેઓ IT અને ITeS પર CII રાષ્ટ્રીય સમિતિના અધ્યક્ષ પણ છે. તેમણે વર્ષ 2016-17 માટે નાસકોમના અધ્યક્ષ તરીકે પણ સેવા આપી છે. તેઓ અનેક દેશોમાં ભારતીય વડાપ્રધાનના CEO પ્રતિનિધિમંડળનો પણ ભાગ રહ્યા છે. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી, રાઉરકેલામાંથી કેમિકલ એન્જિનિયરિંગ સ્નાતક, ગુરનાનીને ચાર અલગ-અલગ યુનિવર્સિટીઓ દ્વારા માનદ ડોક્ટરેટથી સન્માનિત કરવામાં આવ્યા છે.તેઓ ઘણા પ્રતિષ્ઠિત પુરસ્કારોના પ્રાપ્તકર્તા છે, જેમાં તાજેતરનો ધ ઈકોનોમિક ટાઈમ્સ, હ્યુમન કેપિટલ એવોર્ડ્સ, 2023 – ‘પીપલ ફોકસ્ડ સીઈઓ ઓફ ધ યર એવોર્ડ’ છે.