પાકિસ્તાન પર મોટા પ્લાન તૈયારી? ત્રણેય સૈન્ય પાંખના પ્રમુખો સાથે સંરક્ષણ પ્રધાનની બેઠક
પુલવામા આતંકવાદી હુમલાને લઈને એક મોટી બેઠક યોજાઈ છે. હુમલામાં સામેલ આતંકવાદીઓને પાકિસ્તાની સમર્થનને લઈને સંરક્ષણ પ્રધાન નિર્મલા સીતારમન, ભૂમિસેના, વાયુસેના અને નૌસેનાના પ્રમુખની 25 ફેબ્રુઆરીએ ભારતીય દૂતાવાસના અધિકારીઓની સાથે બેઠક યોજાશે. આ બેઠક સોમવારે શરૂ થશે અને બે દિવસ ચાલવાની છે.
બે દિવસીય બેઠકમાં આતંકવાદના મોરચા પર પાકિસ્તાનને બેનકાબ કરવા મામલે ચર્ચા થવાની શક્યતા છે. સરકારના એક સૂત્રનું કહેવું છે કે અધિકારીઓને પુલવામા હુમલામાં પાકિસ્તાનની ભૂમિકાને બેનકાબ કરવાને લઈને કહેવામાં આવશે. મહત્વપૂર્ણ છે કે પુલવામા હુમલાને લઈને ભારત પહેલા જ વૈશ્વિક શક્તિઓને એકસાથે લઈ ચુક્યું છે. વડાપ્રધાન મોદી હુમલાખોરની વિરુદ્ધ મોટી કાર્યવાહીના સંકેત પણ આપ્યા છે.
બે દિવસીય સંમેલનમાં અમેરિકા, રશિયા અને અન્ય મિત્ર દેશો સહીત દુનિયાના મહત્વપૂર્ણ દેશોની સાથે સંબંધો પર વિગતવાર ચર્ચા થશે. સૈન્ય સંબંધો પર પોતાના વિચાર રજૂ કરવા માટે વિદેશ મંત્રાલયના પ્રતિનિધિ પણ સંમેલનમાં સામેલ થશે.
મહત્વપૂર્ણ છે કે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ખુલ્લેઆમ ભારતના સમર્થનમાં આવી ચુક્યા છે. ટ્રમ્પે પુલવામાં એટેક બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવને બેહદ ખતરનાક ગણાવ્યો છે. ટ્રમ્પે કહ્યુ છે કે તેમને લાગે છે કે આ મામલામાં ભારત કંઈક મોટું કરવાનું વિચારી રહ્યું છે.