NITI પંચે આપી ખુશખબરી, જણાવ્યું દેશમાં ઘટીને હવે કેટલી રહી ગઈ ગરીબી?
નવી દિલ્હી : નીતિ પંચે રાહતના સમાચાર આપ્યા છે. સીઈઓ બીવીઆર સુબ્રમણ્યમે દેશમાં ગરીબી ઘટીને 5 ટકા રહી હોવાની વાત કહી છે. તાજેતરમાં સાંખ્યિકી કાર્યાલય તરફથી તાજેતરનો સર્વે જાહેર કરવામાં આવ્યો છે, તેમાં ઉજાગર થાય છે કે ગ્રામીણ ખપત મજબૂત બની ગઈ છે અને શહેરી ખપતમાં અંતર ઓછું થઈ રહ્યું છે. ગરીબીનું સ્તર ઉપભોગ ખર્ચ સ્તરના આધારે નક્કી કરવામાં આવ્યું છે.
ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના રિપોર્ટ પ્રમાણે, સુબ્રમણ્યમે કહ્યુ છે કે આ સર્વે ડેટાના આધાર પર દેશમાં ગરીબીનું સ્તર પાંચ ટકાની આસપાસ અથવા તેનાથી ઓછી હોવાની શક્યતા છે. આંકડા જણાવે છે કે વર્ષ 2011-12માં ભોજન પર ખ્ચ 53 ટકા હતી, જે 2022-23માં ઘટીને 46.4 પર આવી ગઈ છે. તાજેતરનો આંકડો જણાવે છે કે 2011-12માં ભોજન પર ખર્ચ 53 ટકા હતો, જે 2022-23માં ઘટીને 46.4 ટકા પર આવી ગયો છે. તાજેતરના આંકડા જણાવે છે કે ઘરેલુ ઉપભોગ ખપતમાં ઝડપથી બદલાવ આવ્યો છે. જ્યાં ભોજન અને અનાજની હિસ્સેદારી ઓછી થઈ છે.
રિપોર્ટ પ્રમાણે, ફ્રીઝ, ટીવી મેડિકલ કેયર અને ટ્રાન્સપોર્ટેશન અથવા પરિવહન ક્ષેત્રમાં ખર્ચ વધ્યો છે. જ્યારે અનાજ અને દાળો પર થનારા ખર્ચ ઓછા થયા છે.
રિપોર્ટ પ્રમાણે, સર્વે દર્શાવે છે કે હાલની કિંમતો પર ગ્રામીણ ક્ષેત્રોમાં પ્રતિ વ્યક્તિ ઉપભોગ ખર્ચ 2011માં 1430 રૂપિયાથી વધીને 2022-23માં 3772 પર પહોંચી ગયો છે.