નીતીન ગડકરીએ સેટેલાઇટ ટોલ ટોલ કલેક્શન સિસ્ટમ શરૂ કરવાની જાહેરાત કરી છે.. તેમણે કીધું કે સરકાર વર્તમાન ટોલ સિસ્ટમ ખતમ કરી રહી છે. અને ટૂંક સમયમાં સેટેલાઈટ આધારિત ટોલ કલેક્શન સિસ્ટમ શરૂ કરવામાં આવશે. આ પ્રણાલીના અમલીકરણ પાછળનો ઉદ્દેશ ટોલ સંગ્રહમાં વધારો કરવાનો અને ટોલ પ્લાઝા પર ભીડ ઘટાડવાનો છે.
રાજ્યસભામાં એક લેખિત જવાબમાં તેમણે એમ પણ કહ્યું હતું કે, માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલય ગ્લોબલ નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ (જીએનએસએસ) નો અમલ કરવા જઈ રહ્યું છે તે હાલ માત્ર પસંદગીના ટોલ પ્લાઝા પર જ ઉપલબ્ધ રહેશે. એક ન્યૂઝ એજન્સી સાથે વાત કરતા નીતિન ગડકરીએ કહ્યું, “હવે અમે ટોલ દૂર કરી રહ્યા છીએ અને સેટેલાઈટ આધારિત ટોલ કલેક્શન સિસ્ટમ હશે. પૈસા તમારા બેંક ખાતામાંથી કાપવામાં આવશે અને તમે મુસાફરી કરો છો તે અંતર અનુસાર ચાર્જ લેવામાં આવશે. તેનાથી સમય અને નાણાંની બચત થશે. પહેલા મુંબઈથી પૂણે જવા માટે 9 કલાક લાગતો હતો, હવે તે ઘટાડીને 2 કલાક કરી દેવામાં આવ્યો છે.”
આ વર્કશોપ ગયા મહિને યોજાયો હતો.
25 જૂન, 2024ના રોજ જી. એન. એસ. એસ. આધારિત પ્રણાલીઓ પર હિતધારકોની સલાહ લેવા માટે આંતરરાષ્ટ્રીય વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પછી 7 જૂન, 2024 ના રોજ ગ્લોબલ એક્સપ્રેશન ઓફ ઇન્ટરેસ્ટ (ઇઓઆઈ) રજૂ કરવામાં આવ્યું હતું, જેમાં વ્યાપક ઔદ્યોગિક ભાગીદારીને આમંત્રણ આપવામાં આવ્યું હતું. ઇઓઆઈ જમા કરવાની છેલ્લી તારીખ 22 જુલાઈ, 2024 હતી.
નીતિન ગડકરીએ ગયા વર્ષે નવી સિસ્ટમ વિશે માહિતી આપી હતી
અગાઉ ડિસેમ્બરમાં નીતિન ગડકરીએ જાહેરાત કરી હતી કે નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા (એનએચએઆઈ) માર્ચ 2024 સુધીમાં આ નવી સિસ્ટમ લાગુ કરવાનું લક્ષ્ય ધરાવે છે. વિશ્વ બેંકને પ્રક્રિયાઓને સુવ્યવસ્થિત કરવા અને ટોલ પ્લાઝા પર રાહ જોવાનો સમય ઘટાડવાના પ્રયાસો વિશે જાણ કરવામાં આવી છે. ફાસ્ટેગની રજૂઆત સાથે, ટોલ પ્લાઝા પર સરેરાશ રાહ જોવાનો સમય નોંધપાત્ર રીતે ઘટ્યો છે.