Site icon Revoi.in

નીતિન ગડકરીએ માર્ગ અકસ્માતના બનાવોને લઈને ચિંતા વ્યક્ત કરી, વાહન ચાલકોને આપી સલાહ

Social Share

• દર કલાકે માર્ગ અકસ્માતના બનાવોમાં 19 વ્યક્તિ મૃત્યુ પામે છે
• ભારતમાં ઓટો મોબાઈલના ક્ષેત્રમાં અભુતપૂર્વ ક્રાંતિ આવી

નવી દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હીમાં આયોજિત સોસાયટી ઓફ ઇંડિયન ઓટો મોબાઇલ મેન્યૂફેકચરિંગના 64 માં વાર્ષિક સંમેલનના કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ માર્ગો પર થતાં અકસ્માત અંગે ચિંતા વ્યકત કરતાં કહ્યું હતું કે, ભારતમાં માર્ગ અકસ્માતના કિસ્સામાં દુનિયામાં સૌથી વધારે આગળ પડતો દેશ બની ગયો છે. દેશમાં દર કલાકે 53 દુર્ઘટનાઓ અને લગભગ 19 જેટલા મૃત્યુ ફક્ત માર્ગ અકસ્માતના કારણે થાય છે, આ દેશ માટે બહુ મોટો ચિંતાનો વિષય છે. લોકો જે રીતે બેફામ વાહનો ચલાવે છે તે જોતાં આ આંકડો હજુ વધે તેવી શકયતા જોવાઈ રહી છે. વાહન ચાલકોએ રોડ પર પગપાળા જતા લોકોનું ધ્યાન રાખીને વાહન ચલાવવું જોઈએ તથા ઓવરસ્પીડમાં વાહન ના ચલાવવું જોઈએ. તેમણે વધુમાં કહ્યું હતું કે, જીવન એ ઇશ્વરની અમૂલ્ય દેન છે, તમારું જીવન ફક્ત તમારા માટે નથી પણ તમારા પરિવાર સાથે પણ જોડાયેલું છે. જો કે ભારતમાં ઓટો મોબાઈલના ક્ષેત્રમાં અભુતપૂર્વ ક્રાંતિ આવી છે તે એક આનંદની વાત છે.

કેન્દ્રીય મંત્રી ગડકરીએ માર્ગોને મજબૂત અને સુરક્ષિત બનાવવાના વાત પર જોર પકડયું હતું. તેમણે ડ્રાઇવિંગ શાળા સ્થાપિત કરવાની વાત પર ભાર મૂક્યો હતો, જેથી આ વાત નિશ્ચિત થઈ જાય કે વાહન ચાલકને ટ્રાફિકના નિયમો અંગેનું જ્ઞાન છે અને તે આ વાતથી માહિતગાર પણ થઈ જાય.

ગડકરીએ કહ્યું કે, એમના વિભાગમાં માર્ગો પર કામ કરવાનું ઝડપથી ચાલુ કરી દીધું છે. આની સાથે જ વાહનોની સુરક્ષાને રેખાન્કીત કરવું અને એન.સી.એ.પી (નેશનલ ક્લીન એર પ્રોગ્રામ)ના મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, NCAP એ સરકારી કાર સુરક્ષા કાર્યક્રમ છે જે વિવિધ સલામતી જોખમો સામે કામગીરી માટે નવી ઓટોમોબાઇલ ડિઝાઇનનું મૂલ્યાંકન કરવાનું કામ કરે છે.