Site icon Revoi.in

નીતિન ગડકરીએ ભારતમાં પ્રથમ ઇથેનોલથી ચાલતી કાર લોન્ચ કરી

Social Share

દિલ્હી: કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ મંગળવારે દેશમાં પ્રથમ ઇથેનોલથી ચાલતી કાર લોન્ચ કરી છે. આ પ્રસંગે કેન્દ્રીય પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવ પણ લોકાર્પણ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. આ કારના લોન્ચિંગને મોંઘા પેટ્રોલ ડીઝલના વિકલ્પ તરીકે જોવામાં આવી રહ્યું છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે જેના કારણે લોકોના ખિસ્સા પર બોજ વધી રહ્યો છે. આ કારણસર કેન્દ્ર સરકાર પેટ્રોલ અને ડીઝલના વિકલ્પ તરીકે ઇથેનોલ લાવવા માંગે છે.

ઇથેનોલથી ચાલતી કાર માત્ર આર્થિક અને સસ્તું જ નહીં, પરંતુ પર્યાવરણ પર વાયુ પ્રદૂષણની ખરાબ અસરોને પણ ટાળી શકાશે. શેરડીમાંથી ઇથેનોલનું ઉત્પાદન થાય છે. શેરડીના ઉત્પાદનમાં ભારત વિશ્વમાં પ્રથમ ક્રમે છે. દેશમાં શેરડીના મોટા પાયે ઉત્પાદનને કારણે મોટા પાયે ઈથેનોલનું ઉત્પાદન થઈ શકે છે.

આ જ કારણ છે કે કેન્દ્ર સરકાર ઇથેનોલ પર ભાર આપી રહી છે. હાલ મોટા પાયે રસ્તાઓ પર ઇથેનોલથી ચાલતા વાહનો આવવાથી ઇથેનોલની માંગ વધશે અને શેરડી પકવતા ખેડૂતોની આવક પણ વધી શકે છે.

ભારતમાં, આ કારને ટોયોટા દ્વારા પાયલોટ પ્રોજેક્ટ હેઠળ ફ્લેક્સી-ફ્યુઅલ સ્ટ્રોંગ હાઇબ્રિડ ઇલેક્ટ્રિક વાહનો (FFV-SHEV) તરીકે લોન્ચ કરવામાં આવી છે.