Site icon Revoi.in

નીતિન ગડકરી ઈરાનના રાષ્ટ્રપતિ ડૉ. મસૂદ પેઝેશ્કિયનના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપી

Social Share

નવી દિલ્હીઃ કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ રાજધાની તેહરાનમાં ઈરાનના રાષ્ટ્રપતિ ડૉ. મસૂદ પેઝેશ્કિયનના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપી હતી. નીતિન ગડકરીએ પ્રમુખપદ ગ્રહણ કરવા પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની રાષ્ટ્રપતિ પેઝેશ્કિયનને શુભેચ્છા પાઠવી હતી. વિદેશ મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, બંને પક્ષોએ ચાબહાર પોર્ટના વિકાસ પર સહકાર સહિત દ્વિપક્ષીય સંબંધોની સ્થિતિનું પણ મૂલ્યાંકન કર્યું. બંને પક્ષોએ એ વાત પર પણ ભાર મૂક્યો કે ચાબહાર પોર્ટ દ્વિપક્ષીય અને પ્રાદેશિક વેપારને મજબૂત કરવામાં ફાળો આપશે. ચાબહાર પોર્ટ લેન્ડલોક અફઘાનિસ્તાન અને મધ્ય એશિયાના દેશોને પ્રાદેશિક અને વૈશ્વિક બજારોમાં પ્રવેશ પ્રદાન કરશે.