નવી દિલ્હીઃ કેન્દ્રીય માર્ગ અને પરિવહન પ્રધાન, નીતિન ગડકરીએ તાજેતરમાં વાહન ઉત્પાદકોને આગામી BS-7 ધોરણો (ભારત સ્ટેજ-7) અનુસાર તેમની તૈયારીઓ શરૂ કરવા અપીલ કરી છે. 2025માં યુરોપિયન યુનિયન કન્ટ્રીઝમાં 2025માં લાગુ થનારા નવા RDE ધોરણો Euro 7 સાથે ગતિ જાળવી રાખવા.
રિપોર્ટ અનુસાર, વાહનના ધોરણો પર એક મીટિંગમાં બોલતા, જેમાં લગભગ તમામ મોટી ઓટોમોબાઈલ કંપનીઓના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો, તેમણે કહ્યું કે તમારે તમારા સ્તરે BS7 વાહનો બનાવવા પર સંશોધન શરૂ કરવું જોઈએ. અમારા ઉદ્યોગે યુરોપિયન યુનિયન સાથે સ્પર્ધા કરવી જોઈએ. છેલ્લી વખતે સરકારે સમયમર્યાદા જાહેર કરીને ઉદ્યોગને નવા ધોરણો અપનાવવા દબાણ કરવું પડ્યું હતું, જ્યારે તમારે આની રાહ જોવી જોઈએ નહીં.
ભારતીય ઓટોમોબાઈલ ઉદ્યોગે યુરો 6 સાથે સ્પર્ધા કરવા માટે એપ્રિલ 2020 માં BS4 થી BS6 પર સીધો જમ્પ મારવો પડ્યો હતો. ભારતે 1 એપ્રિલ 2023 થી BS6 તબક્કા II ના ધોરણો લાગુ કર્યા છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય પર્યાવરણને થતા નુકસાનને ઘટાડવા માટે વાસ્તવિક સમયના ઉત્સર્જન ધોરણો પર ભાર આપવાનો છે. જેનું નિરીક્ષણ કરવા માટે તમામ નવા વાહનો OBD (ઓન બોર્ડ ડાયગ્નોસ્ટિક) સિસ્ટમથી સજ્જ હશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, દેશમાં ટુ વ્હીલર, થ્રી વ્હીલર અને ફોર વ્હીલરના ઉત્સર્જનના ધોરણોમાં તફાવત છે. જે કારની બરાબર નથી. હવે દેશમાં ટુ-વ્હીલર પણ BS-VI અનુરૂપ અને OBD સિસ્ટમથી સજ્જ હોવા જોઈએ. જેથી રિયલ ટાઈમ ઉત્સર્જન પર નજર રાખી શકાય. જો કે, ભારતમાં વેચાતા વાહનો હવે E20 ઇંધણ સાથે સુસંગત છે.