લાલુ પ્રસાદ યાદવની સામેની કેન્દ્રીય એજન્સીની કાર્યવાહીથી નિતિશકુમાર ખુશઃ સુશીલ મોદીનો દાવો
નવી દિલ્હીઃ બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવ અને રાબડી દેવીના ઘર અને તેમના પરિવારજનો ઉપર ઈડી-સીબીઆઈના પડેલા દરોડાથી નિતિશ કુમાર દુઃખી-નારાજ નથી, પરંતુ તેઓ આ કાર્યવાહીથી ખુશ હોવાનો દાવો ભાજપના સિનિયર નેતા સુશીલ મોદીએ જણાવ્યું હતું. દિલ્હી સ્થિત ઘર ઉપર પડેલા દરોડામાં વાંધાજનક દસ્તાવે મળી આવવાથી સૌથી વધારે ખુશ નીતિશ કુમાર છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, નોકરીના બદલામાં જમીન કૌભાંડમાં લાલુ પરિવાર અને તેના સંબંધીઓ સામે તપાસ એજન્સીઓએ ઉંડાણપૂર્વકની તપાસ કરી રહી છે. જેને લઈને નિતિશ કુમાર ગમે તે કહે, પરંતુ તેઓ ખુશ છે. સીબીઆઈ અને ઈડીની કાર્યવાહીના સુત્રધાર નીતિશ કુમાર જ છે, રાજ્યસભાના સાંસદના જણાવ્યા અનુસાર તાજેતરની કાર્યવાહીમાં તેજસ્વી યાદવને સીએમ બનાવવાનું દબણા દુર થશે. જેડીયુના નેતાઓ ઈચ્છે છે કે, તપાસ વધારે તેજ બને છે અને આરજેડીના નેતાઓને સજા થાય, જેથી નીતિશ કુમાર 2025 સુધી મુખ્યમંત્રી પદ ઉપર રહી શકે.
તેમણે વધુમાં કહ્યું કે, નીતિશના ઈશારે જ લલન સિંહે સીબીઆઈને દસ્તાવેજી પુરાવા આપ્યાં હતા. તેમને ખ્યાલ છે કે, લાલુ અને તેજસ્વી સહિત 16 વ્યક્તિઓનું જેલમાં જવુ નક્કી છે. તેજસ્વી યાદવ સામેની કાર્યવાહીથી નિતિશની સીએમ પદની ખુરશી ઉપરનું સંકટ હાલ દૂર થયું છે, જેથી ખાસ કરીને નીતિશ કુમારને મોટી રાહત મળી છે. નીતિશ કુમાર તપાસની ધીમી ગતિ ઉપર સવાલ ઉઠાવી રહ્યાં છે. તેઓ ઈચ્છે કે, તપાસ વધારે તેજ બને. તેમજ આરોપીઓને સજા થાય, તપાસ અને પૂછપરછમાં જે ખેલુસા થઈ રહ્યાં છે તેનાથી નીતિશ કુમાર અને લલનસિંહ દેખાડો કરવા માટે વિરોધ કરી રહ્યાં છે.
(PHOTO-FILE)