નવી દિલ્હીઃ બિહારમાં રાજકીય ઉથલપાથલ વચ્ચે 9 ઓગસ્ટના રોજ નીતિશ કુમારે ભાજપ પર છેતરપિંડીનો આરોપ લગાવીને ગઠબંધન તોડી નાખ્યું હતું અને આરજેડી સાથે હાથ મિલાવ્યો છે. દરમિયાન, નીતીશ કુમારના આ પગલા પછી, ભાજપના ઘણા નેતાઓએ તેમની ઉપર ગંભીર આક્ષેપ કર્યાં હતા. દરમિયાન બીજેપી સાંસદ રવિશંકર પ્રસાદએ કહ્યું હતું કે, નીતિશકુમાર ફરી એકવાર ભ્રષ્ટાચારીની સાથે જઈને બેઠા છે.
તેમણે કહ્યું કે નીતીશને ભાજપે મોટા નેતા બનાવ્યા છે, પરંતુ હવે ફરી એક વખત તેઓ ભ્રષ્ટાચારની ઝપેટમાં આવી ગયા છે. નીતિશનું 2017નું નિવેદન બહાર કાઢવું જોઈએ કે તેમણે આરજેડી વિશે શું કહ્યું હતું. રવિશંકર પ્રસાદે કહ્યું કે તમે મોદીની લહેરમાં 2019ની લોકસભાની ચૂંટણીમાં આરજેડીના ઉમેદવારોની જીત થઈ હતી 2014માં તમને માત્ર 2 સીટો મળી હતી.
રવિશંકર પ્રસાદે વધુમાં કહ્યું કે, વર્ષ 2020ની વિધાનસભામાં જ્યારે મોદીએ ચુસ્તપણે ચૂંટણી પ્રચાર શરૂ કર્યો હતો. ભાજપને તેમના કરતા ડબલ સીટ મળી હતી તેમ છતા પણ તમને સીએમ બનાવવામાં આવ્યા હતા. ભાજપે નીતિશને પોતાના ખભા પર મોટા નેતા બનાવ્યા છે. રેલવે મંત્રી અને મુખ્યમંત્રી બનાવ્યા હતા.
કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે પણ નીતિશ કુમાર પર જોરદાર નિશાન સાધ્યું હતું. તેણે ટ્વિટર પર ઘણી ટ્વિટ શેર કરી છે. નીતિશ પર પ્રહાર કરતાં તેમણે કહ્યું કે, નીતીશ કુમારની નજર પીએમની ખુરશી પર હતી. નીતીશ પોતાના દમ પર સીએમ નથી બની શકતા, પીએમના સપના જોઈ રહ્યા છે. આ ઉપરાંત ભાજપના અન્ય સિનિયર નેતાઓએ નીતિશ કુમાર ઉપર ગંભીર આક્ષેપ કર્યાં હતા.