દિલ્હીઃ જાતિય જનગણનાની માંગને લઈને બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારની આગેવાનીમાં સર્વદળીય પ્રતિનિધિમંડળ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વચ્ચે બેઠક મળી હતી. આ બેઠકમાં 10 પાર્ટીના 11 નેતાઓ ઉપસ્થિત રહ્યાં છે. બેઠક બાદ નીતિશ કુમારે જણાવ્યું હતું કે, અમે જાતિય જનગણના પર પોતાની વાત રાખી અને પીએમ મોદીએ અમારી વાત સાંભળી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે બેઠક બાદ નીતિશ કુમારે જણાવ્યું હતું કે, જાતિગત જનગણનાને લઈ બિહારની તમામ રાજકીય પાર્ટીઓનો એક મત છે અને અમે તમામ પીએમ મોદી સમક્ષ જાગિત જનગણનાની માંગ કરી છે. અત્યારે 10 પાર્ટીના 11 નેતાઓ હતા. પીએમ મોદીને વિસ્તારથી રજૂઆત કરી છે. તેમણે કહ્યું કે, અમે તમામ વાત રાખી છે એક વાર જણગના થઈ જાય તો યોગ્ય નિર્ણય લઈ શકાય છે. તે તમામ વાતો પીએમ સમક્ષ રજૂ કરાઈ છે.
બેઠક બાદ આરજેડી નેતા તેજસ્વી યાદવે જણાવ્યું હતું કે, રાષ્ટ્ર હિતમાં સમગ્ર બિહારની દસ પાર્ટીઓના નેતાઓ મળીને અહીં આવ્યાં છે. આ ઐતિહાસિક કામ હશે. મંડળ કમિશનથી જાણકારી મળ છે કે, હજારો જાતિઓ દેશમાં છે. જો વૃક્ષ અને જાનવરની ગણતરી થતી હોય તો જાતિય સેન્સસ કેમ નહીં, સરકાર પાસે આંકડા છે જ નહીં, પહેલીવાર કોઈ રાજ્યની તમામ પાર્ટીઓ જેમાં ભાજપ પણ સામેલ છે તમામે મળીને વિધાનસભામાં બે વાર પ્રસ્તાવ પાસ કર્યો છે. જો ધર્મ ઉપર સેન્સસ થાય છે તો જાતિ ઉપર કેમ નહીં તેઓ પણ તેમણે સવાલ કર્યો હતો.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેની બેઠકમાં નીતિન કુમાર, બિહારના સંસદીય કાર્યમંત્રી વિજયકુમાર ચૌધરી, આરજેડી નેતા તેજશ્રી યાદવ, કોંગ્રેસના ધારાસભ્ય અજીત શર્મા, ભાકપાના મહબુબ આલમ, એઆઈએમઆઈએમના અખ્તરૂલ ઈમામ, હિન્દુસ્તીની આવામ મોર્ચાના જીતન રામ માંઝી, વીઆઈપીના મુકેશ સાહની, સીપીઆઈના સૂર્યકાંત પાસવાન, સીપીએમના અજય કુમાર અને બીજેપીના જનક રામ ઉપસ્થિત રહ્યાં હતા.