Site icon Revoi.in

નીતિશકુમારની તબિયત ખરાબ, સુશીલકુમાર મોદીના અંતિમ સંસ્કારમાં નહીં થાય સામેલ

Social Share

પટનાઃ મુખ્યમંત્રી નીતિશ કુમારની તબિયત લથડી છે. સીએમ હાઉસના ડોકટરોની ટીમ સતત તેમની સંભાળ લઈ રહી છે. આરોગ્યને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા એક પત્ર બહાર પાડવામાં આવ્યો છે. તેમાં સ્પષ્ટપણે લખવામાં આવ્યું છે કે મુખ્યમંત્રી નીતીશ કુમાર બીમાર છે. તેથી આજે તેમના તમામ કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે આજે સીએમ નીતીશ પીએમ નરેન્દ્ર મોદીના નોમિનેશન માટે વારાણસી જવાના હતા. પરંતુ નાદુરસ્ત તબિયતના કારણે તેઓ પીએમના કાર્યક્રમમાં હાજર રહી શક્યા નહીં. એટલું જ નહીં સીએમ નીતિશ કુમાર આજે સાંજે ભાજપના દિગ્ગજ નેતા અને પૂર્વ મુખ્યમંત્રી સુશીલ કુમાર મોદીના અંતિમ સંસ્કારમાં પણ સામેલ થવાના હતા, પરંતુ હવે તેઓ ત્યાં પણ જઈ શકશે નહીં.

સીએમ નીતિશ કુમારની તબિયત ખરાબ હોવાના સમાચાર પહેલા, મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા એક પત્ર જારી કરવામાં આવ્યો હતો. તેમાં લખ્યું હતું કે મુખ્યમંત્રી નીતિશ કુમાર પૂર્વ ઉપમુખ્યમંત્રી અને પૂર્વ રાજ્યસભા સાંસદ સુશીલ કુમાર મોદીના નિધનથી દુખી છે. મુખ્યમંત્રીની સૂચનાથી સ્વ. સુશીલ કુમાર મોદીના પાર્થિવ દેહને વિશેષ વિમાન દ્વારા દિલ્હીથી પટના લાવવામાં આવશે. તેમના અંતિમ સંસ્કાર રાજ્ય સન્માન સાથે કરવામાં આવશે.

નીતીશકુમારે તેમના સંદેશમાં કહ્યું હતું કે સુશીલ મોદીના નિધનથી અપુરતી ખોટ પડી છે. મુખ્યમંત્રીએ તેમના પત્ની જેસી જ્યોર્જ સાથે ટેલિફોન પર વાત કરીને તેમને સાંત્વના આપી હતી. મુખ્યમંત્રીએ પ્રાર્થના કરી હતી કે ભગવાન દિવંગત આત્માને શાશ્વત શાંતિ આપે અને સુશીલ કુમાર મોદીના પરિવાર, સમર્થકો અને ચાહકોને દુઃખની આ ઘડીમાં ધીરજ સહન કરવાની શક્તિ આપે.

સીએમ નીતિશ કુમારે કહ્યું કે સ્વ. સુશીલ કુમાર મોદી જેપી આંદોલનના સાચા સૈનિક હતા. તેમણે લાંબા સમય સુધી નાયબ મુખ્યમંત્રી તરીકે પણ અમારી સાથે કામ કર્યું. મારો તેમની સાથે અંગત સંબંધ હતો અને તેમના નિધનથી હું દુઃખી છું. મેં આજે એક સાચો મિત્ર અને મહેનતુ રાજકારણી ગુમાવ્યો છે. તેમના નિધનથી રાજકીય અને સામાજિક ક્ષેત્રે ક્યારેય ન પુરી શકાય તેવી ખોટ પડી છે. મેં ભગવાનને પ્રાર્થના કરી છે કે સ્વ. સુશીલ કુમાર મોદીના પરિવાર, સમર્થકો અને ચાહકોને આ દુઃખની ઘડીમાં ધીરજ રાખવાની શક્તિ મળે.