દેશભરમાં ડોક્ટરર્સની હડતાલ ચાલી રહી હતી જેના વચ્ચે ગઈકાલે ગુરુવારે રાજ્યસભામાં નેશનલ મેડિકલ કમિશન બિલ પાસ કરવામાં આવ્યું છે. આ બિલ પાસ થતા હવે નેશનલ મેડિકલ કમિશનની રચના થશે. પરંતુ સતત ત્રીજા દિવસે પમ તબીબોની હડતાળ યથાવત છે.
આ કમિશન રચનાથી ભ્રષ્ટાચારના આરોપોથી ભરેલી એમસીઆઈનું સ્થાન લેશે. તબીબી શિક્ષણ, તબીબી કોલેજ અને ડોક્ટરોની નોંધણી સંબંધિત તમામ કાર્ય હવે આ કમિશન મારફત કરવામાં આવશે. ત્યારે ભારત સરકાર બિલને તબીબી શિક્ષણ જગતમાં એક મોટો સુધારો અને પરિવર્તન ગણાવે છે. અન્નાદ્રમુકના વોકઆઉટ પછી રાજ્યસભામાં આ બિલ પસાર કરાયું હતું ત્યારે લોકસભામાં આ બિલ પહેલેથીજ 29 જુલાઈએ પાસ થઈ ચુક્યું હતું અને આ બિલ રાજ્યસભામાં પાસ ન કરાવવા માટે દેશભરના અનેક તબીબો હડતાલ પર ઉતરી આવ્યા હતા.
આ બિલપાસ થયા બાદ પણ નેક તબીબો આજે સતત ત્રીજા દિવસે પણ હડતાલ પર છે ત્યારે મામલે કેન્દ્રીય સ્વાસ્થ્ય રાજ્યમંત્રી અશ્વિની ચૌબેએ ડોક્ટર્સને હડતાલ પર ન જવા અપીલ કરી છે તેમણે કહ્યું કે બિસ તામારા હિતમાં છે અને આ બિલથી તબીબ શિક્ષણ ક્ષેત્ર અનેક સુધારા આવશે. ત્યારે સખત વિરોધ વચ્ચે બિલ ગઈકાલે રાજ્યસભામાં પસાર થઈ ચુક્ય છું