NMC જેનરિક દવાઓના ફરજિયાત પ્રિસ્ક્રિપ્શન પર રોક લગાવી , IMA અને IPA એ ચિંતા વ્યક્ત કર્યા બાદ લેવાયું પગલું
દિલ્હીઃ- દેશભરમાં દવાઓને લઈને ઘણા નિયનો બદલાી રહ્યા છએ ત્યારે હવે નેશનલ મેડિકલ કમિશન એવા નિયમોને અટકાવી દીધા હતા જેણે ડૉક્ટરોને જેનરિક દવાઓ લખવાનું ફરજિયાત બનાવ્યું હતું.
પ્રાપ્ત માહિતી પ્રમાણે ડોકટરોને ફાર્મા કંપનીઓ પાસેથી ભેટો સ્વીકારવા અથવા કોઈપણ દવાની બ્રાન્ડને પ્રમોટ કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. રજિસ્ટર્ડ મેડિકલ પ્રેક્ટિશનર નિયમો, 2023 2 ઓગસ્ટના રોજ જારી કરવામાં આવ્યા હતા.ત્યારે હવે આ નિયમો અમલી બનાવાયા છે.
એટલે કે નેશનલ મેડિકલ કમિશન રજિસ્ટર્ડ મેડિકલ પ્રેક્ટિશનર્સ રૂલ્સ, 2023 તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, એમ NMCએ ગુરુવારે જારી કરેલી સૂચનામાં જણાવ્યું હતું. નેશનલ મેડિકલ કમિશન દ્વારા આગામી નોટિફિકેશન બહાર પાડવામાં ન આવે ત્યાં સુધી આ નિયમ અસરકારક રહેશે નહીં.
જાણકારી અનુસાર તમણે કહ્યું હતું કે આ દવાઓની ગુણવત્તા અંગેની અનિશ્ચિતતાને કારણે આ શક્ય નથી. તેમણે સૂચન કર્યું હતું કે રજિસ્ટર્ડ ડોકટરોને ફાર્મા કંપનીઓ અથવા આરોગ્ય ક્ષેત્રે સંબંધિત સંસ્થાઓ દ્વારા પ્રાયોજિત કોન્ફરન્સમાં ભાગ લેવાની મંજૂરી આપવી જોઈએ.આ સાથે જ પુનર્વિચારણા માંગવામાં આવી હતી.
વઘુમાં IMA અને IPAએ જણાવ્યું હતું કે ફાર્મા કંપનીઓ દ્વારા પ્રાયોજિત કોન્ફરન્સમાં ભાગ લેવાથી ડૉક્ટરોને પ્રતિબંધિત કરવાના નિયમ પર પુનર્વિચાર કરવાની જરૂર છે. તેઓએ એવી પણ માંગ કરી હતી કે સંસ્થાઓને NMC માર્ગદર્શિકાના દાયરામાંથી મુક્તિ આપવી જોઈએ. IMA અને IPAના પ્રતિનિધિઓ સોમવારે સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાને મળ્યા અને આ નિયમો અંગે તેમની ચિંતા વ્યક્ત કરી.ત્યાર બાદ આ દવાઓના ફરજિયાત લખવા પર પ્રતિબંઘ મૂકાયો છે.