NMCનો આદેશ- હવે ખાનગી સંસ્થાોમાં 50 ટકા સીટોની ફી સરકારી મેડિકલ કોલેજ જેટલી જ રહેશે
- ખાનગી મેડિક કોલેજની 5- ટકા સીટો પર સરકારી કોલેજ જેટલી જ ફી
- આ મામલે એનએમસીએ આપ્યા નિર્દેશ
દિલ્હીઃ- ચાજેતરમાં જ દેશભરમાંનીટની પરિક્ષાનું મેરિટ લીસ્ટ બહાર પાડવામાં આવ્યું છે ત્યારે હવે ડોક્ટર લાઈનમાં જતા વિદ્યાર્થીઓ માટે એક સારા સમાચાર પ્રાપ્ત થી રહ્યા છે,નેશનલ મેડિકલ કમિશનએ નિર્ણય લીધો છે કે હવે ખાનગી મેડિકલ કોલેજો અને ડીમ્ડ યુનિવર્સિટીઓમાં 50 ટકા સીટો માટેની ફી સંબંધિત રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની સરકારી મેડિકલ કોલેજોની સમકક્ષ હશે.
આ મામલે એનએમસી દ્વારા જારી કરાયેલ મેમોરેન્ડમ જણાવે છે કે આ ફી મુક્તિનો લાભ તે ઉમેદવારોને અગાઉ ઉપલબ્ધ થશે જેમણે સરકારી ક્વોટાની બેઠકો મેળવી છે પરંતુ તે સંબંધિત સંસ્થાની કુલ ક્ષમતાના 50 ટકા બેઠકો સુધી મર્યાદિત છે.
જો કે, મેમોરેન્ડમમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે જો સંબંધિત સંસ્થામાં સરકારી ક્વોટાની બેઠકો કુલ બેઠકોના 50 ટકાથી ઓછી હોય, તો બાકીના ઉમેદવારોએ પણ સરકારી મેડિકલ કોલેજ જેટલી જ ફી ચૂકવવી પડશે. મેરિટના આધારે વિદ્યાર્થીઓને આ લાભ આપવામાં આવશે.
નેશનલ મેડિકલ કમિશન એ NMC એક્ટ, 2019ની કલમ 10(1)(i) હેઠળ આ નિર્ણય લીધો છે. આ વિભાગ મુજબ, NMCની પેનલ ખાનગી મેડિકલ સંસ્થાઓ અને ડીમ્ડ યુનિવર્સિટીઓમાં 50 ટકા બેઠકો માટે ફી નક્કી કરવા માટે માર્ગદર્શિકા ઘડશે. કેન્દ્ર સરકારે અગાઉના મેડિકલ કમિશન ઑફ ઈન્ડિયાના બોર્ડ ઑફ ગવર્નર્સને સંસ્થાઓ માટે ફી અંગે માર્ગદર્શિકા ઘડવા વિનંતી કરી હતી.
હવે ખાનગી મેડિકલ કોલેજો અને ડીમ્ડ યુનિવર્સિટીઓમાં 50 ટકા સીટોની ફી સરકારી મેડિકલ કોલેજોની જેટલી જ કરવામાં આવતા આ આદેશ મુજબ કોઈપણ સંસ્થા વિદ્યાર્થીઓ પાસેથી કેપિટેશન ફી વસૂલશે નહીં. મેમોરેન્ડમમાં કહેવામાં આવ્યું છે કે શિક્ષણનું કામ નફા માટે ન થાય તે જોવાની જરૂર છે.