- પેટ્રોલ-ડીઝલની કિંમતમાં કોઈ બદલાવ નહી
- છેલ્લા 2 દિવસથી ભાવ સ્થિર
- અમદાવાદમાં પેટ્રોલનો ભાવ રૂ.100ને પાર
અમદાવાદ :પેટ્રોલ-ડીઝલની કિંમત હવે એવા ભાવ પર પહોંચી ગઈ છે કે જો તેમાં વધારો ન થાય તો પણ તે કેટલાક ટીવી ચેનલ અને અખબારોની હેડલાઈન બની રહી છે. સરકારી તેલ કંપનીઓ IOC, HPCL અને BPCLએ મંગળવારે તેલના ભાવ જાહેર કર્યા છે અને સતત બે દિવસથી ઓઈલ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કર્યો નથી.
રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં પેટ્રોલની કિંમત 107.59 રૂપિયા પ્રતિ લીટર જ્યારે ડીઝલનો એક લિટરનો ભાવ રૂ. 96.32 છે. મુંબઈમાં પેટ્રોલની કિંમત 113.46 રૂપિયા અને ડીઝલની કિંમત 104.38 રૂપિયા પ્રતિ લીટર છે. કોલકાતામાં પેટ્રોલની કિંમત 108.11 રૂપિયા છે જ્યારે ડીઝલની કિંમત 99.43 રૂપિયા પ્રતિ લીટર છે. ચેન્નાઈમાં પેટ્રોલ 104.52 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 100.59 રૂપિયા પ્રતિ લીટર છે. ગુજરાતના ગાંધીનગરમાં એક લીટર પેટ્રોલ 104.46 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે
દેશમાં સૌથી મોંઘુ ઇંધણ રાજસ્થાન શ્રીગંગાનગર માંછે જ્યાં પેટ્રોલ 119.79 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 110.63 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે ઓક્ટોબરમાં પેટ્રોલ – ડીઝલ 5 રૂપિયા મોંઘુ થયું છે. ઓક્ટોબર મહિનામાં અત્યાર સુધી ઈંધણની કિંમતોમાં 20 થી વધુ વખત વધારો કરવામાં આવ્યો છે. લગભગ દરરોજ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો છે. માત્ર ઓક્ટોબર મહિનામાં જ પેટ્રોલ 5.15 રૂપિયા વધ્યું છે જ્યારે ડીઝલમાં પણ 5 રૂપિયાનો વધારો થયો છે. દેશના ઘણા શહેરોમાં પેટ્રોલના ભાવ હાલમાં 120 લીટરની નજીક પહોંચી ગયા છે.