Site icon Revoi.in

હિજાબ મુદ્દે દુનિયાના કોઈ દેશને દખલ ના કરવી જોઈએઃ વિદેશ મંત્રાલય

Social Share

નવી દિલ્હીઃ કર્ણાટકની શૈક્ષણિક સંસ્થાઓમાં હિજાબનો વિવાદ ઉભો થયો હતો. જેના પડઘા સમગ્ર દેશમાં પડી રહ્યાં છે. એટલું જ નહીં અન્ય દેશ દ્વારા આ મુદ્દે નિવેદન આપવામાં આવી રહ્યાં છે. દરમિયાન ભારત સરકારના વિદેશ મંત્રાલયએ જણાવ્યું હતું કે, હિજાબ મુદ્દે ભારતનો આંતરિક મુદ્દો છે. ભારતના આંતરિક મુદ્દામાં કોઈ પણ દેશે દખલ ના કરવી જોઈએ.

કર્ણાટકમાં ચાલી રહેલા હિજાબ વિવાદ વચ્ચે વિદેશ મંત્રાલયે એક નિવેદન જાહેર કરીને અન્ય દેશોને આ મામલે દખલ ન કરવા જણાવ્યું છે. વિદેશ મંત્રાલય દ્વારા ટ્વીટમાં કહેવામાં આવ્યું છે કે ડ્રેસ કોડ સંબંધિત મામલાની કર્ણાટક હાઈકોર્ટમાં સુનાવણી ચાલી રહી છે, આવી સ્થિતિમાં દેશના આંતરિક મામલાઓ પર કોઈપણ દેશની પ્રાયોજિત ટિપ્પણીઓ સહન કરવામાં આવશે નહીં. પાકિસ્તાનના વિદેશ મંત્રીએ હિજાબ વિવાદ ઉપર ટીપ્પણી કરી હતી. એટલું જ નહીં દુનિયાના અન્ય દેશોએ પણ હિજાબ વિવાદ ઉપર ટીપ્પણી કરી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, કર્ણાટકની શૈક્ષણિક સંસ્થામાં ઉભા થયેલો હિજાબ વિવાદ હાઈકોર્ટમાં પહોંચ્યો હતો. કર્ણાટક હાઈકોર્ટે જ્યાં સુધી આદેશ ના આવે ત્યાં શૈક્ષણિક સંસ્થાઓમાં ધાર્મિક વસ્ત્રો ઉપર પ્રતિબંધ ફરમાવાનો નિર્દેશ કર્યો હતો. હાઈકોર્ટના આદેશ સામે સુપ્રીમ કોર્ટમાં અરજી થઈ હતી. સુપ્રીમ કોર્ટે આ અરજી ઉપર તાત્કાલિક સુનાવણીનો ઈન્કાર કર્યો હતો. તેમજ નોંધ્યું હતું કે, સમગ્ર મામલે અમારી નજર છે. બીજી તરફ કર્ણાટકમાં તા. 14મી ફેબ્રુઆરીથી ધો-9 અને 10ના વર્ગો શરૂ કરવાનું આયોજન કર્યું છે.