રંગીલા રાજકોટના લોકમેળા યોજવા અંગે હજુ કોઈ જ નિર્ણય લેવાયો નથી
રાજકોટઃ સૌરાષ્ટ્રભરમાં શ્રાવણ અને ભાદરવો મહિનો એટલે મેળાની મોસમ, શ્રાવણ માસમાં તે ગામેગામ લોક મેળાઓ ભરાતા હોય છે. જેમાં રંગીલા રાજકોટનો લોક મેળો દેશભરમાં વખણાય છે. પાંચ દિવસના લોક મેળામાં લોખો લોકો ઉમટી પડતા હોય છે. એક મહિના પહેલા જ તંત્ર દ્વારા લોકમેળાની તૈયારી શરૂ કરી દેવામાં આવતી હોય છે. ગયા વર્ષે કોરોનાને કારણે લોક મેળાને મંજુરી આપવામાં આવી નહતી.પરંતુ આ વર્ષે રાજકોટના રંગીલા મેળાને મંજુરી અપાશે કે નહીં, તે મોટો પ્રશ્ન છે. ગઈકાલે રાજકોટના લોકમેળાને મંજુરી નથી મળી એટલે લોક મેળો યોજવામાં નહીં આવે તેવા સમાચાર સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા. જોકે ત્યારબાદ રાજકોટના કલેક્ટરને સ્પષ્ટ્રતા કરવાની ફરજ પડી હતી. કે લોક મેળા અંગે હજુ કોઈ જ નિર્ણય લેવામાં આવ્યો નથી. અને આગામી સમયમાં પરિસ્થિતિ જોઈને યાગ્ય નિર્ણય લેવામાં આવશે.
સૂત્રોના જણાવ્યા મુજબ કોરોનાની સંભવિત ત્રીજી લહેરને ધ્યાને લેતા રાજકોટમાં સાતમ આઠમનો લોક મેળો નહીં યોજાઈ તે પ્રકારના સમાચાર સોશિયલ મીડિયા પર હાલ વાઇરલ થયા હતા, પરંતુ જિલ્લા વહીવટી તંત્ર-રાજકોટ દ્વારા લોકમેળાના આયોજન અંગે કોઈ મિટિંગ હજુ યોજાઈ નથી, તેમજ હજુ સુધી લોક મેળા અંગે કોઈ નિર્ણય લેવાયો નથી. આ અંગે આવનારા સમયમાં યોગ્ય નિર્ણય લેવામાં આવશે એવો ખૂલાસો આપવાની ફરજ પડી હતી.