Site icon Revoi.in

જ્યાં સુધી શાંતિ નહીં સ્થપાય ત્યાં સુધી પાકિસ્તાન સાથે કોઈ સંવાદ નહીંઃ અમિત શાહ

Social Share

નવી દિલ્હીઃ કેન્દ્ર શાસિત રાજ્ય જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણીનો ધમધમાટ તેજ બન્યો છે. હાલ ભાજપના સિનિયર નેતા અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જમ્મુ-કાશ્મીરના પ્રવાસે છે અને ગઈકાલે તેમણે ભાજપાનો સંકલ્પપત્ર જાહેર કર્યો હતો. દરમિયાન આજે તેમણએ એક જનસભાને સંબોધિત કરી હતી. આ દરમિયાન તેમણે પાકિસ્તાનનો ઉલ્લેખ કરીને કહ્યું હતું કે, જ્યાં સુધી શાંતિ નહીં સ્થપાય ત્યાં કોઈ સંવાદ નહીં કરવામાં આવે. કેન્દ્ર શાસિત રાજ્યમાં પ્રથમ ચૂંટણી રેલીને સંબોધતા તેમણે કહ્યુ હતું કે, અહીં પ્રથમવાર ભારતના સંવિધાન હેઠળ ચૂંટણી થઈ રહી છે. ગઈકાલે સંકલ્પપત્ર જાહેર કરતી વખતે અમિત શાહે આર્ટીકલ 370નો ઉલ્લેખ કરીને કહ્યું હતું કે, આર્ટીકલ 370 ભૂતકાળ થઈ ગયો છે અને પરત નહીં આવે.

પાકિસ્તાન હાલ આર્થિક મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યું છે, બીજી તરફ ભારત અને પાકિસ્તાન વચ્ચે તમામ સંબંધ ઉપર પૂર્ણવિરામ મુકાય ગયો છે. પરંતુ આર્થિક ખરાબ સ્થિતિમાંથી બહાર આવવા માટે પાકિસ્તાનના સત્તાધીશો અને પ્રજા પણ ભારત મદદ કરે તેવી આશા રાખી રહ્યું છે, પરંતુ પાકિસ્તાન આતંકવાદને પ્રોત્સાહન આપીને ભારતમાં અશાંતિ ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યું છે જેથી ભારત જ્યાં સુધી પાકિસ્તાન આતંકવાદને ખતમ નહીં કરે ત્યાં સુધી કોઈ પણ પ્રચારનો સંવાદ કરવા ઈચ્છતું નથી. તાજેતરમાં જ વિદેશ મંત્રી એસ.જયશંકરે એક કાર્યક્રમમાં કહ્યું હતું કે, પાકિસ્તાન સાથે સંવાદનો સમય હવે પૂર્ણ થઈ ગયો છે. હાલ પાકિસ્તાન દ્વારા ભારતીય ઉત્પાદીત વસ્તુઓ વાયા દુબઈ થઈને લાવે છે જેનાથી આર્થિક બોજો વધી રહ્યો છે.