બાંગ્લાદેશમાં ધર્મના નામે કોઈની સાથે ભેદભાવ નહીં થાયઃ શેખ હસીના
કોલકત્તાઃ ભારતના પડોશી દેશ બાંગ્લાદેશમાં છેલ્લા કેટલાક સમયથી લઘુમતી કોમ ઉપર અત્યાચારના બનાવોમાં વધારો થવાની ફરિયાદો ઉઠી છે. દરમિયાન વડાપ્રધાન શેખ હસીનાએ બાંગ્લાદેશમાં ધર્મના નામે કોઈની સાથે ભેદભાવ નહીં થાય તેવુ આશ્વાસન આપવામાં આવ્યું છે.
બાંગ્લાદેશમાં આયોજીત એક કાર્યક્રમમાં વડાપ્રધાન શેખ હસીનાએ જણાવ્યું હતું કે, બાંગ્લાદેશના નિર્માણમાં તમામ ઘર્મના લોકોએ મહત્વની ભૂમિકા ભજવી છે અને પોતાનું બલિદાન આપ્યું છે. જેથી અહીં ધર્મના નામ ઉપર કોઈ ભેદભાદ થવા દેવામાં નહીં આવે. તમામ લોકો આ દેશમાં રહેશે. બાંગ્લાદેશમાં વિજય દિવસની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, ભારતના પડોશી દેશ પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં છેલ્લા કેટલાક સમયથી લઘુમતી કોમ ઉપર અત્યાચારના બનાવો બન્યાં છે. તેમજ કટ્ટરપંથીઓ લઘુમતી કોમને નિશાન બનાવીને તેમના નિવાસસ્થાન અને ધાર્મિક સ્થળોમાં તોડફોડ કરતા હોવાના બનાવો અવાર-નવાર સામે આવે છે.