હવે રસોડામાં નહીં ફરકે વંદા, ગરોળી કે ઉંદર, અસર જોવી હોય તો આજે જ કરજો ટ્રાય
રસોડામાં રાતના સમયે પ્લેટફોર્મ પર વંદાએ તો સામ્રાજ્ય સમાવ્યું હોય છે. તો વળી ગરોળી પણ ખૂણેખાચરેથી નીકળી પડી હોય છે. રાત્રે રસોડામાં આ જીવ-જંતુઓ ફરતા હોય તેનો અર્થ એ નથી કે સફાઈનો અભાવ હોય છે. સફાઈ કરવા છતાં આવા જીવો ઘરમાં ઘુસી જ જતા હોય છે. આ જીવોને જોઈને ચીતરી પણ ચઢી જાય.
જો આવા જીવોથી મુક્તિ મેળવવી હોય તો એક જોરદાર અને તુરંત અસર કરતો ઘરગથ્થુ ઉપચાર તમારા કામમાં આવશે. આ ઉપાય છે ડુંગળીનો દેશી જુગાડ. તમને માનવામાં નહીં આવે પણ ડુંગળીના આ જુગાડથી તમને તુરંત એવું રિઝલ્ટ જોવા મળશે કે તમે પોતાને જ શાબાશી આપશો કે તમે આ કામ કર્યું.
આજ સુધી તો તમે ડુંગળીનો ઉપયોગ રસોઈમાં જ કર્યો હશે. પરંતુ ડુંગળીનો આ રીતે ઉપયોગ કરશો તો રસોડું ચકાચક રહેશે. પછી ઉંદર, ગરોડી કે વંદા તમારા રસોડામાં ફરકવાની હિંમત પણ નહીં કરે. રાત્રે રસોડામાં ફરતાં જીવજંતુઓને ભગાડવા હોય તો રાત્રે બધું જ કામ થઈ જાય પછી લાઈટ બંધ કરતા પહેલા એક ડુંગળીને સમારી તેના ટુકડાને ગેસ પર રાખો. તમે ડુંગળીને સ્લાઈસમાં કાપીને પણ રાખી શકો છો.
ગેસ સિવાય એ બધી જગ્યાઓએ પણ ડુંગળી રાખી દો જ્યાં તમે ઉંદર, ગરોળી કે વંદાને ફરતા જોયા હોય. બસ આટલું કામ કરી નિરાંતે ઊંઘી જવું. સવારે આ સ્લાઈસ હટાવી રસોડું સાફ કરી લેવું.
કિચનમાં રાખેલી ડુંગળીની સ્લાઈસમાંથી જે ગંધ નીકળતી રહેશે તેના કારણે આખી રાતમાં પણ ઉંદર, ગરોળી, વંદા કે અન્ય જીવજંતુઓ કિચનથી દૂર રહે છે. થોડા દિવસ નિયમિત આ કામ કરશો પછી અનુભવશો કે તમારા રસોડામાં જીવજંતુઓ દેખાતા જ બંધ થઈ જશે.