નવી દિલ્હી: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા અને નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાને તેમના જન્મદિવસ પ્રસંગે ખાસ અંદાજમાં શુભેચ્છા પાઠવ છે. અરવિંદ કેજરીવાલે સિસોદિયા સાથેની પોતાની જૂની દોસ્તીનો ઉલ્લેખ કરતા કહ્યુ છે કે તેમની વચ્ચેનો ભરોસો ઘટી શકે નહીં. તેમણે સિસોદિયા સાથે પોતાની જૂની તસવીર પણ શેયર કરી છે, જે રાજનીતિમાં ઉતરતા પહેલાના સમયની છે. કેજરીવાલે કહ્યુ છે કે 11 મહિનાથી જેલમાં બંધ સિસોદિયા ન ઝુક્યા છે અને ન તો ઝુકશે.
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સોશયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર લખ્યુ છે કે આ દોસ્તી ઘણી જૂની છે. અમારો સ્નેહ અને ભરોસો ઘણો મજબૂત છે. જનતા માટે કામ કરવાનું આ ઝનૂન પણ ઘણું જૂનું છે. સાજિશ રચનારા લાખ કોશિશ કરી લે. આ ભરોસો, આ સ્નેહ અને આ દોસ્તી ક્યારેય નહીં તૂટે.
ये दोस्ती बहुत पुरानी है। हमारा स्नेह और भरोसा बहुत मज़बूत है। जनता के लिए काम करने का ये जुनून भी बहुत पुराना है। साज़िश रचने वाले लाख कोशिश कर लें.. ये भरोसा, ये स्नेह और ये दोस्ती कभी नहीं टूटेगी।
बीजेपी ने झूठे केस लगाकर मनीष को पिछले 11 महीने से जेल में रखा हुआ है। लेकिन… pic.twitter.com/4ICoifHQ4v
— Arvind Kejriwal (@ArvindKejriwal) January 5, 2024
કેજરીવાલે સિસાદિયાના જન્મદિવસે મુબારકબાદ આપતા કહ્યુ છે કે ભાજપે ખોટા કેસ લગાવીને મનીષને ગત 11 માસથી જેલમાં રાખ્યા છે. પરંતુ મનીષ તેમના જુલ્મની સામે મજબૂતાયથી ઉભા છે, આમની તાનાશાહીની સામે અત્યાર સુધી ન ઝુક્યા છે અને ભવિષ્યમાં ક્યારેય ઝુકશે નહીં. તાનાશાહીના આ સમયગાળામાં મનીષનું સાહસ આપણને સૌને પ્રેરણા આપે છે. જન્મદિવસ મુબારક હો મનીષ.
મનીષ સિસોદિયાને આમ આદમી પાર્ટીમાં અરવિંદ કેજરીવાલના સૌથી વધુ નિકટવર્તી અથવા જમણો હાથ કહેવામાં આવે છે. લગભગ એક દશક પહેલા જ્યારે આમ આદમીપાર્ટી પહેલીવાર દિલ્હીની સત્તામાં આવી, તો કેજરીવાલ મુખ્યમંત્રી બન્યા અને સિસોદિયાને ડેપ્યુટી સીએમ બનાવાયા. સિસોદિયા ગત વર્ષ ફેબ્રુઆરીમાં કથિત દારૂ ગોટાળામાં જેલમાં ગયા સુધી આ પદ પર બનેલા રહ્યા. જો કે ઘણાં મહિનાઓ સુધી જામીન નહીં મળ્યા બાદ તેમણે રાજીનામું આપ્યું. કેજરીવાલે તેમનો વિભાગ નવા મંત્રીઓ સૌરભ ભારદ્વાજ અને આતિશીમાં વહેંચ્યો. પરંતુ ડેપ્યુટી સીએમ પદ કોઈ અન્યને આપ્યું નથી.
ગત વર્ષ એક ઈન્ટરવ્યૂ દરમિયાન કેજરીવાલે કહ્યુ હતુ કે સિસોદિયા સાથે તેમની મુલાકાત અઢી દશક જૂની છે. બંને પહેલીવાર 1999માં મળ્યા હતા અને ત્યારથી જ દોસ્તી છે. કેજરીવાલે જણાવ્યુ હતુ કે તે ત્યારે ઈન્કમટેક્સ વિભાગમાં નોકરી કરતા હતા અને કરપ્શન વિરુદ્ધ એક એનજીઓ બનાવવા ચાહતા હતા. સરકારી નોકરીમાં હોવાને કારણે તેઓ સીધા આની સાથે જોડાય શકે તેમ ન હતા. તેમમે કેટલાક દોસ્તોની મદદથી એનજીઓ બનાવી અને તેના માટે વોલિન્ટયર્સની તલાશ માટે વેબસાઈટ પર જાહેરાત નાખી. તેને જોઈને સૌથી પહેલા મનીષ સિસોદિયા પહોંચ્યા હતા અને ત્યારે દોસ્તીનો પાયો નંખાયો હતો. બાદમાં અન્ના આંદોલન અને રાજનીતિના દરેક પગલા પર સિસોદિયા કેજરીવાલ સાથે મજબૂતાયથી ઉભેલા જોવા મળ્યા છે.