- ડ્રાઇવિંગ લાયસન્સ બનાવા માટે નહી ખાવા પડે ધક્કા
- કેન્દ્ર નિયમોમાં લાવી રહ્યું છે પરિવર્તન઼
દિલ્હીઃ- સામાન્ય રીતે લાઈયન્સ કઢાવવા માટે આપણે આરટીઓની ઓફીસ જવું પડતું હોય ચે ઘણી વખત કેટલાક ડોક્યૂમેન્ટના અભાવ તો ઘણી વખત અન્ય સમસ્યાના કારણે લાઈસન્સ માટે અવાર નવાર ઘક્કાઓ ખાવા પડતા હોય છે, પણ જો હવે તમારું ડ્રાઇવિંગ લાઇસન્સ બનાવવાનું કે રિન્યુ કરાવવાનું વિચારી રહ્યા છો, તો આ સમાચાર તમારા માટે છે.
કેન્દ્ર સરકાર દ્વારા ડ્રાઇવિંગ લાયસન્સ બનાવવાના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે. સામાન્ય માણસને નવા નિયમોનો લાભ મળી શકે છે. આ નિયમોના અમલીકરણ પછી, તમારે ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવા માટે પ્રાદેશિક પરિવહન કાર્યાલય ૃના ચક્કર મારવા પડશે નહીં. કેન્દ્ર સરકાર દ્વારા બનાવવામાં આવેલા ડ્રાઇવિંગ લાયસન્સના નવા નિયમો પહેલા કરતા ઘણા સરળ છે.
નવા નિયમો 1લી જૂલાઈથી બનશે અમલી
- ડ્રાઈવિંગ લાયસન્સ બનાવવા માટેના સુધારેલા નિયમ મુજબ હવે તમારે RTO જઈને કોઈપણ પ્રકારનો ડ્રાઈવિંગ ટેસ્ટ આપવાની જરૂર રહેશે નહીં.
- કેન્દ્રીય માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલય દ્વારા નવા નિયમો 1 જુલાઈ, 2022 થી લાગુ કરવામાં આવશે.
- નવા નિયમો લાગુ થયા બાદ ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવા માટે વેઇટિંગ લિસ્ટની રાહ જોઈ રહેલા કરોડો લોકોને રાહત મળશે.
- હવેથી તમે કોઈપણ માન્ય ડ્રાઇવિંગ ટ્રેનિંગ સ્કૂલમાં DL માટે નોંધણી કરાવી શકો છો.
- અહીંથી ટ્રેનિંગ લીધા બાદ તમારે ત્યાંથી જ ટેસ્ટ પાસ કરવી પડશે. પરીક્ષા પાસ કરનારને શાળા પ્રમાણપત્ર આપશે. આ પ્રમાણપત્રના આધારે તમારું DL બનાવવામાં આવશે.
આ સાથે જ માર્ગ અને પરિવહન મંત્રાલય દ્વારા તાલીમ કેન્દ્રો માટે કેટલીક માર્ગદર્શિકા અને શરતો પણ નક્કી કરવામાં આવી છે. તમારા માટે આ માર્ગદર્શિકાઓથી વાકેફ રહેવું પણ મહત્વપૂર્ણ છે.
હવે નવું શું હશે જાણો
ડ્રાઇવિંગ લાયસમાટે શિક્ષણ અભ્યાસક્રમ મંત્રાલય દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે. તે થિયરી અને પ્રેક્ટિકલ એમ બે ભાગમાં વહેંચાયેલું છે. લાઇટ મોટર વ્હીકલ માટેના કોર્સનો સમયગાળો ચાર અઠવાડિયાનો છે, જે 29 કલાક ચાલશે. પ્રેક્ટિકલ માટે તમારે રોડ, હાઈવે, શહેરના રસ્તા, ગામડાના રસ્તા, રિવર્સિંગ અને પાર્કિંગ વગેરે પર પ્રેક્ટિકલ માટે 21 કલાક આપવાના રહેશે. બાકીના 8 કલાક તમને થિયરી શીખવવામાં આવશે.