હવે ઓર્ડર કરેલા ફૂડ માટે નહીં જોવી પડે વધુ રાહ,ડ્રોન દ્વારા તમારા ઘરે પહોંચાડવામાં આવશે ભોજન
- હવે ઓર્ડર કરેલા ફૂડ માટે નહીં જોવી પડે વધુ રાહ
- ડ્રોન દ્વારા તમારા ઘરે ભોજન પહોંચાડવામાં આવશે
- 1100 કિમીના વિસ્તારને આવરી લેવાયો
- ડિલિવરીમાં લાગશે ઓછો સમય
જો તમે કોઈ પ્રોડક્ટ અથવા ફૂડ ઓનલાઈન ઓર્ડર કર્યું છે, તો હવે તમારે તેની ડિલિવરી માટે વધુ રાહ જોવી પડશે નહીં. દેશમાં ડ્રોન ડિલિવરી શરૂ થઈ ગઈ છે. ફૂડ ડિલિવરી યુનિકોર્ન સ્વિગી અને ઇન્ટિગ્રેટેડ એરસ્પેસ કંપની ANRA ટેક્નોલોજિસે ભારતમાં ખોરાક અને દવાઓની 300 થી વધુ ડ્રોન ડિલિવરીનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે.
ડાયરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) અને નાગરિક ઉડ્ડયન મંત્રાલયના પ્રોજેક્ટ હેઠળ, આ કંપનીઓએ ડ્રોન ડિલિવરી ટ્રાયલ હાથ ધરી છે. આ પરીક્ષણો પંજાબના રોપડ સ્થિત ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજીમાં અને ઉત્તર પ્રદેશના એટા જિલ્લામાં કરવામાં આવ્યા હતા.
100 કલાકથી વધુના ઉડ્ડયન સમયમાં 352 ડ્રોન પરીક્ષણ કરવામાં આવ્યા છે.જેમાં 1100 કિમીના વિસ્તારને આવરી લેવાયા છે. આ ટ્રાયલ્સમાંથી મેળવેલા પરિણામોને વિઝ્યુઅલ લાઇન ઓફ સાઈટ ઓપરેશન માટે ડ્રોન નિયમો ઘડવામાં મદદ કરવામાં આવશે. BVLOS એ એક પ્રકારનું ડ્રોન મિશન છે, જ્યાં માનવરહિત એરિયલ વ્હીકલ પાયલોટની વિઝ્યુઅલ રેન્જની બહાર ડિલિવરી કરશે. ડ્રોન ડિલિવરી શરૂ થવાથી ડિલિવરીનો સમય પહેલા કરતા ઓછો થઈ જશે. તેનાથી સમગ્ર સપ્લાય ચેઈન બિઝનેસ બદલાઈ જશે. દેશના દૂરના વિસ્તારોમાં માલ પહોંચાડવાનું સરળ બનશે. તે આપેલ સમયમર્યાદામાં દવાઓ અને નાશવંત પદાર્થોની ડિલિવરીમાં મદદ કરશે.