Site icon Revoi.in

હવે એરપોર્ટ પર ચેકિંગ વખતે બેગમાંથી નહી કાઢવા પડે ઈલેક્ટ્રોનિક સાધનો – BCAS એ કરી ભલામણ

Social Share

દિલ્હીઃ- હવે જો તમે ફ્લાઈટની યાત્રા કરી રહ્યા છો તો હવે એરપોર્ટ પર બેગને લઈને થતી માથાકૂટમાંથી તમને છૂટકારો મળી શકે છે.પ્રાપ્ત જાણકારી પ્રમાણે બ્યુરો ઓફ સિવિલ એવિએશન સિક્યુરિટી એ દેશના એરપોર્ટ પર કોમ્પ્યુટર ટોમોગ્રાફી ટેક્નોલોજી પર આધારિત સ્કેનર લગાવવાની ભલામણ કરી છે.

એટલે કે આ સ્કેનરમાંથી પસાર થતા પહેલા મુસાફરોને તેમના સામાનમાંથી ઇલેક્ટ્રોનિક સાધનો દૂર કરવાની માથાકૂટમાંથી મૂક્તિ મળશે, એરપોર્ટ પરના સ્કેનર્સ બેગની સામગ્રીની 2D છબી દર્શાવે છે.આવા સ્કેનરની સ્થાપનાથી એરપોર્ટ પર સુરક્ષા તપાસની પ્રક્રિયાને ઝડપી બનાવવામાં પણ મદદ મળવાની અપેક્ષા છે, એમ તેમણે ઉમેર્યું હતું.

BCASના સંયુક્ત મહાનિર્દેશક જયદીપ પ્રસાદે વિતેલા દિવસના રોજ જણાવ્યું હતું કે ઉડ્ડયન સુરક્ષા નિયમનકારે એરપોર્ટ પર કોમ્પ્યુટર ટોમોગ્રાફી ટેક્નોલોજી પર આધારિત સ્કેનર્સ સ્થાપિત કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે, જે બેગ કરેલા સામાનની 3D ઈમેજ બતાવશે. તેમણે કહ્યું કે આવા સ્કેનરથી મુસાફરોને તેમની બેગમાંથી ઈલેક્ટ્રોનિક ઉપકરણો કાઢવાની જરૂર રહેશે નહીં.

BCAS ઉડ્ડયન મંત્રાલય હેઠળ આવે છે. જો કે, BCAS ભલામણની સંપૂર્ણ વિગતો હજુ જાહેર કરવામાં આવી નથી. ભૂતકાળમાં, દેશના વિવિધ એરપોર્ટ, ખાસ કરીને રાષ્ટ્રીય રાજધાની દિલ્હી એરપોર્ટ પર ભીડ અને લાંબા સમય સુધી રાહ જોવાની ફરિયાદો મળી હતી. આ પછી, અધિકારીઓએ ઘણા પગલાં લીધા છે