નવી દિલ્હીઃ આજકાલ બધું ડિજિટલ થઈ રહ્યું છે, મોટાભાગના લોકોએ રોકડને બદલે UPI પેમેન્ટ કરવાનું શરૂ કરી દીધું છે. UPI હેઠળના વ્યવહારો દર વર્ષે રેકોર્ડ રકમને પાર કરી રહ્યા છે અને આ વર્ષે માર્ચ 2023માં તેણે રૂ. 14 લાખ કરોડનો નવો રેકોર્ડ પાર કર્યો છે. UPI ના ઘણા ફાયદા છે, પરંતુ ઘણા ગેરફાયદા પણ છે, ઘણી વખત UPI પેમેન્ટ કરતી વખતે આકસ્મિક રીતે બીજા ખાતામાં પૈસા ટ્રાન્સફર થઈ જાય છે. આ સિવાય ખોટા QR કોડને સ્કેન કરવાથી પૈસા બીજા ખાતામાં જાય છે. જો તમે ક્યારેય આવી ભૂલ કરો છો તો ચિંતા કરવાની જરૂર નથી. તમે તમારા પૈસા પાછા મેળવી શકો છો.
આરબીઆઈની માર્ગદર્શિકા મુજબ, જો તમે ભૂલથી ખોટા ખાતામાં પૈસા ટ્રાન્સફર કરો છો, તો તમે તેને 48 કલાકની અંદર પાછા મેળવી શકો છો. ટ્રાન્ઝેક્શનના 3 દિવસની અંદર બેંકમાં ફરિયાદ નોંધાવવા માટે તમારે ફક્ત તમારા ફોન પર 1800 120 1740 ડાયલ કરવાની જરૂર છે. જો તમે 3 દિવસમાં ફરિયાદ નહીં ભરો તો પૈસા રિફંડ મળવાની શક્યતા ઓછી હશે. જો બેંક તમારી ફરિયાદ નોંધતી નથી, તો તમે વેપસાઈટ ઉપર ફરિયાદ કરી શકો છો. જ્યારે પણ આપણે કોઈ વ્યવહાર કરીએ છીએ ત્યારે આપણને એક સંદેશ મળે છે. આ મેસેજને ડિલીટ કરશો નહીં કારણ કે તે PPBL નંબર સાથે આવે છે જે રિફંડ મેળવવામાં મદદ કરી શકે છે.