- કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરી એ અમેરિકી ઊર્જા સચિવ સાથે કરી બેઠક
- કહ્યું ‘રશિયા પાસેથી તેલ ખરીદવા અમને કોઈને ના નથી કહ્યું’
દિલ્હીઃ- વિતેલા દિવસને શુક્રવારના રોજ કેન્દ્રીય પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રી હરદીપ સિંહ પુરીએ અમેરિકાના ઊર્જા સવિચ જેનિફર ગ્રાનહોમ સાથે દ્વિપક્ષીય બેઠક કરી હતી તે દરમિયાન રશિયા પાસેથી તેલની ખરીદી કરવા બાબતે અમેરિકાએ ઉઠાવેલા મુદ્દા પર મંત્રી એ જોરદાર કટાક્ષ કર્યો હતો.
તેમણે અમેરિકા સાથએની વાતચીત દરમિયાન કહ્યું કે ઉર્જા ક્ષેત્રે ભારત-યુએસ સહયોગમાં મોટી સંભાવના વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે ભારત સરકારે વર્તમાન ઉર્જા સંકટને કાર્યક્ષમતાથી સંભાળ્યું છે અને દેશના કોઈપણ ભાગને ઉર્જાના અભાવથી પ્રભાવિત થવા દીધા નથી.
જ્આયારે બીજી તરફ રશિયા પાસેથી તેલની ખરીદીના મુદ્દાને લઈને કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે સરકારની નૈતિક ફરજ છે કે તે પોતાની જનતાને ઉર્જા પ્રદાન કરે અને તે જ્યાંથી મળશે ત્યાંથી તેલ ખરીદતી રહેશે. પુરીએ એ વાત પર પણ ભાર મૂક્યો કે ભારતને રશિયા પાસેથી તેલ ખરીદવા માટે કોઈએ મનાઈ કરી નથી.
કેન્દ્રીય મંત્રીએ રશિયાથી તેલની આયાત પર ખુલીને જવાબ આપ્યા. તેમણે કહ્યું કે, ભારત સરકારની નૈતિક ફરજ છે કે તે તેના લોકોને ઊર્જા પ્રદાન કરે અને ભારત જ્યાંથી તેલ મેળવશે ત્યાંથી ખરીદશે. રશિયા પાસેથી તેલની આયાત પર પ્રતિક્રિયા આપતા કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, ભારતને રશિયા પાસેથી તેલ ખરીદવા માટે કોઈએ મનાઈ કરી નથી. તેમણે કહ્યું કે ભારત ગમે ત્યાંથી તેલ ખરીદશે, તેનું સરળ કારણ એ છે કે આવી ચર્ચા ભારતની ઉપભોક્તા વસ્તી સુધી ન લઈ શકાય.
આથી વધુમાં મંત્રીએ કહ્યું બહતું કે રુસો-યુક્રેન યુદ્ધની વિશ્વના ઉર્જા મંત્ર પર દૂરગામી અસરો થઈ રહી છે અને માંગ અને પુરવઠામાં અસંતુલન જૂના વેપાર સંબંધોને ખતમ કરી રહ્યું છે. આના કારણે વિશ્વના તમામ ગ્રાહકો અને વેપાર–ઉદ્યોગ માટે ઉર્જાનો ખર્ચ વધી ગયો છે, તેની ખરાબ અસરો સામાન્ય જનતાની સાથે ઉદ્યોગોના ખિસ્સા અને દેશોની અર્થવ્યવસ્થા પર પણ સ્પષ્ટપણે જોવા મળી રહી છે.