- પીએમ મોદીના જન્મ દિવસ પર કોઈ નહી કાપે કેક
- બીજેપી અધ્યક્ષે નિર્દેશ જારી કર્યા
- આ નિર્દેશમાં શુ કરવું શું ન કરવું જણાવાયુ
દિલ્હી – પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો 17 સપ્ટેમ્બરના રોજ જન્મ દિવસ છે ત્યારે અનેક લોકો દરવર્ષે કેક કટિંગ કરતા હોય છે અને ઘીમઘામથી પ્રધાનમંત્રીનો બ્રથે સેલિબ્રેટ કરતા હોય છે જો કે આ વખતે બીજેપી એકમો માટે નિર્દેશ જારી કરવામાં આવ્યો છે જે પ્રમાણે કોઈ પણ પીએમના જન્મદિવસ પર કેક નહી કાપે.
આ સાથે જ ભાજપના મહાસચિવ અરુણ સિંહે 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર વચ્ચે યોજાનાર કાર્યક્રમોની યાદી આપતા રાજ્ય એકમોને પહેલેથી જ પત્ર લખ્યો છે. પાર્ટીના રાજ્ય એકમોને બૂથ સ્તર સુધી કાર્યકરો સુધી પહોંચવા, લોકોને મળવા અને કેન્દ્ર દ્વારા ચલાવવામાં આવતી કલ્યાણકારી યોજનાઓ વિશે વાત કરવા વિનંતી કરવામાં આવી છે.
પ્રાપ્ત વિગત પ્રમાણે બીજેપી અધ્યક્ષ જગત પ્રસાદ નડ્ડાએ રાજ્યોના એકમો માટે દિશા નરિદેશ જારી કર્યો છે કે આ દિવસે શુ કરવું અને શું ન કરવું જોઈએ જે પ્રમાણે તેમણે જણાવ્યું છે કે પીએમ મોદીના જન્મ દિવસે ખાસ કરીને કેક કાપવામાં ન આવે આ સાથએ જ પાર્ચી 17 સપ્ટેમ્બરથી લઈને 2જી ઓક્ટોબર સુધી સેવા સપ્તાહની ઉવણી કરી રહી છે ત્યારે આ દરમિયાન રક્તદાન કેમ્પ, વૃક્ષારોપણ અનેક સેમિનારનું આયોજન કરાયું છે.