Site icon Revoi.in

ના OTP અને ના કોઈ લિંક, છતા તમને કંગાળ કરી દેશે સાઈબર ઠગ્સ, આ રીતે બનાવે છે શિકાર

Social Share

સાયબર ક્રાઈમના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. હેકર્સ રોજ નવી નવી યુક્તિઓ અપનાવી રહ્યા છે અને નિર્દોષ લોકોને શિકાર બનાવે છે. તાજેતરનો કિસ્સો સામે આવ્યો છે, ત્રણ મોટા જ્વેલર્સે OTP અને લિંક વિના 1 કરોડ 14 લાખ રૂપિયાની છેતરપિંડી કરી હતી.

સાયબર ક્રિમિનલોએ નકલી ડોક્યુમેન્ટ અને આરટીજીએસ દ્વારા આ છેતરપિંડી કરી હતી. વાસ્તવમાં, આ ઘટના પટનાના કાંકરબાગ, હથુઆ માર્કેટ અને ઔબેલી રોડમાં બની હતી, જ્યાં આ ઘટના ત્રણ જ્વેલર્સના શોરૂમમાં બની હતી. ત્રણેય જ્વેલર્સ જાણીતી બ્રાન્ડ છે અને તેમાંથી એક દેશભરમાં શોરૂમ ધરાવે છે.

સાઈબર ફ્રોડ કેવી રીતે કરાવામાં આવી?
બે લોકો પહેલા જ્વેલરી શોપમાં કસ્ટમર તરીકે ગયા અને લગ્ન માટેના ઘરેણાં બતાવવાનું કહ્યું… આ પછી તેમને 40 લાખ રૂપિયાની જ્વેલરી ગમી ગઈ અને પેમેન્ટ માટે બીજા દિવસે RTGS કરવાનું કહ્યું. અને 2 લાખ રૂપિયા એડવાન્સમાં આપ્યા હતા.

બીજા દિવસે જ્વેલર્સને ફોન આવ્યો કે તેમના ખાતામાં 38 લાખના આરટીજીએસ ટ્રાન્સફર થઈ ગયા છે. જ્યારે જ્વેલર્સે બેંક ખાતું ચેક કર્યું ત્યારે ખરેખર તેમાં 38 લાખ જમા થયા હતા. આ પછી જ્વેલર્સે તેમને ઘરેણાં લેવા કહ્યું. બંને લોકો આવીને રૂ.40 લાખના દાગીના લઇ ગયા હતા અને તેમનું આધાર કાર્ડ અને પાન કાર્ડ પણ આપ્યું હતું.

પોલીસ આ મામલે તપાસ કરી રહી છે

કસ્ટમર ગયા પછી, થોડા કલાકોમાં જ જ્વેલરને પોલીસનો ફોન આવ્યો અને કહેવામાં આવ્યું કે સાયબર ફ્રોડને કારણે તેના ખાતામાંના પૈસા ચોરાઈ ગયા છે. આથી આ નાણાં રોકી દેવામાં આવ્યા છે. એ જ રીતે વધુ બે જ્વેલર્સને પણ તેમના પૈસા ફ્રીઝ કરી દેવાનો આઘાત લાગ્યો છે.

પછી, જ્વેલર્સને એ પણ ખબર પડી કે સાયબર ગુનેગારોએ આપેલા પાન કાર્ડ અને આધાર કાર્ડ પણ નકલી છે. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે અને પોલીસ પાસે સીસીટીવી ફૂટેજ પણ છે.