ના ઓટીપી, ના મોબાઈલ નંબર, સાઈબર ઠગ આ ટેકનિકથી બેંક એકાઉન્ટ ખાલી કરી રહ્યા છે! જાણો કેવી રીતે બચવું
સાઈબર ક્રાઈમના કેસમાં ખુબ ઝડપથી વધારો જોવા મળી રહ્યો છે. જો તમે સાઈબર સિક્યોરિટીનું ધ્યાન નહીં રાખો તો તમારે મોટું આર્થિક નુકશાન સહન કરવું પડી શકે છે. સાઈબર ગુનેગારો રોજેરોજ લોકોને છેતરવા નવા નાવા રસ્તા શોધે છે. સાઈબર ગુનેગારને કંટ્રોલ કરવા એજન્સીઓ પણ પૂરી કોશિશ કરે છે, તેના પછી પણ લોકો તેનો શિકાર બની રહ્યા છે. સાઈબર ગુનેગાર એટલા એડવાન્સ થઈ ગયા છે કે ઓટીપી વગર લોકોના એકાઉન્ટ ખાલી કરી રહ્યા છે.
• આ લોકો સાથે થઈ રહી છે છેતરપિંડી
આધાર કાર્ડ સક્ષમ પેમેન્ટ સિસ્ટમ એટલે કે AEPS એ એક ઉત્તમ સેવા છે. લોકો આ સુવિધા દ્વારા તેમના બેંક ખાતામાંથી પૈસા ઉપાડે છે. પણ હવે સાયબર ઠગ આ સુવિધાનો દુરુપયોગ કરી રહ્યા છે. વાસ્તવમાં, આ સિસ્ટમમાં, બાયોમેટ્રિક્સ દ્વારા લોકોના બેંક ખાતામાંથી પૈસા ઉપાડવામાં આવે છે.
• સાઈબર ઠગ કઈ રીતે કરે છે છેતરપિંડી
AEPS સર્વિસમાં લોકોને છેતરવા માટે સાયબર ઠગ્સ સરકારી કચેરીઓમાંથી લોકોની બાયોમેટ્રિક માહિતી ચોરી રહ્યા છે. જમીનના દસ્તાવેજોમાં લોકોની બાયોમેટ્રિક જાણકારી હોય છે, તેમાં લોકોના ફિંગરપ્રિન્ટ પણ હોય છે, આ જ છેતરપિંડી તરફ દોરી જાય છે. આવી સ્થિતિમાં લોકોની મહેનતની કમાણી તેમના બેંક ખાતામાંથી ચોરી કરીને ઉપાડી લેવામાં આવી રહી છે.
• સાઈબર ગુનેગારથી કરો આ રીતે બચાવ
સૌથી પહેલા તમારે તમારું આધાર કાર્ડ સુરક્ષિત કરવું પડશે અને માસ્ક આધાર બનાવવો પડશે, જેથી કોઈ પણ વ્યક્તિ આધાર કાર્ડનો ઉપયોગ ન કરી શકે.
આ માટે તમારે સૌથી પહેલા આધારની ઓફિશિયલ વેબસાઈટ પર જવું પડશે.
હોમ પેજ પર તમને માસ્ક આધાર અને વર્ચ્યુઅલ આધાર બનાવવાનો વિકલ્પ મળશે.
આ પછી, આધાર સાથે લિંક કરેલ મોબાઇલ નંબર દાખલ કરીને આધાર કાર્ડને લોક કરી શકાય છે.