- બાળકોને કંઈક બનવા માટે ફોર્સ ન કરો
- તેને જે કામ પસંદ છે તે કરવા દો
- મનગમતા કામમાં બાળક રહેશે ખુશ
આવું આપણે હંમેશા જોતા હોઈએ છે કે બાળકો પર ક્યારેક માતા-પિતાના સપનાનો ભાર હોય છે. માતા-પિતા દ્વારા ક્યારેક બાળકની સ્થિતિને સમજવામાં આવતી નથી અને બાળક પર ડોક્ટર, એન્જિનિયર અથવા સરકારી ઓફિસર બનવા માટે દબાણ કરવામાં આવતું હોય છે. આવામાં જોવા કરવામાં આવે બાળકોના મગજ અને ક્ષમતા વિશેની તો બાળકો પર આ પ્રકારનું દબાણ તેમને ખોટા માર્ગે પણ દોરી શકે છે.
જ્યારે બાળક શાળામાં ભણતું હોય છે ત્યારે તેને અનેક વિષયો ભણાવવામાં આવતા હોય છે અને તેના પરથી માતા પિતાએ જાણવું જોઈએ કે બાળકને કઈ વસ્તુ વધારે પસંદ છે. માતા પિતા તે વાતને જાણી શકે છે કે તેમના બાળકને અંગ્રેજી-ગુજરાતી-હિન્દી ભાષાકીય વિષયમાં વધારે રસ છે કે ગણિત વિજ્ઞાન અને ટેક્નોલોજીમાં. બાળકની ઈચ્છા જાણીને માતા-પિતા દ્વારા જો બાળકને આગળની દિશા દોરવામાં આવે તો બાળકનું ભવિષ્ય વધારે સફળ અને ઉજળું બને છે. પરંતુ જો માતા પિતા દ્વારા બાળકની ક્ષમતા ઓળખવામાં ન આવે અને બાળકને ન ગમતા વિષય પર ધ્યાન દોરવા માટે દબાણ કરવામાં આવે તો બાળક ડિપ્રેશનનો શિકાર પણ બની શકે છે અને તેનો મનગમતો ભણવાનો કિંમતી સમય પણ બગડી શકે છે.
એક માતા પિતા તરીકે તેમની ફરજ છે કે તે બાળકોને ભણવામાં અને તેમનું ભવિષ્ય સુધરે તે માટે ગાઈડ કરે પરંતુ જો કોઈ વાતમાં તેમને દબાણ કરવામાં આવે તો બાળકનું ભણવામાં મન રહેતું નથી અને સમય જતા તે પોતાના મનપસંદ વિષયમાં પણ રૂચી લેવાનું બંધ કરી દે છે.
જો કે ઉલ્લેખનીય છે કે આ માહિતી માત્ર જાણકારી માટે છે પરંતુ જો બાળકને કોઈપણ પ્રકારની ભણવામાં તકલીફ જણાય તો તેના માટે એજ્યુકેશન કન્સલટન્ટ અથવા ડોક્ટરને મળવું જરૂરી છે.