Site icon Revoi.in

ગુજરાતમાં ત્રીજી રાજકીય પાર્ટીને કોઈ સ્થાન નથીઃ સીઆર પાટીલે આપ ઉપર કર્યાં પ્રહાર

Social Share

દિલ્હીઃ ગાંધીનગર કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપના જીત બાદ કાર્યકરોમાં ખુશીમાં ફેલાઈ છે. દરમિયાન ભાજપના પ્રદેશ પ્રમુખ આમ આદમી ઉપર આકરા પ્રહાર કર્યો હતો. તેમજ કહ્યું હતું કે, ગુજરાતમાં ત્રીજી પાર્ટીને કોઈ સ્થાન નથી. ગુજરાતના મતદારોને ખબર છે કે રાજ્યનું હિત ક્યાં છે તે સારી રીતે જાણે છે. તેમ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે જણાવ્યું હતું. આ ચૂંટણીમાં બહુ ગાજેલી પાર્ટીને માત્ર એક બેઠક મળી છે એટલે તેમણે ગુજરાતની ચૂંટણી માટે તૈયારીઓ કરી લીધો હોય તો પણ ટીકીટ કેન્સલ કરાવી લેવી જોઈએ.

ભાજપના કાર્યકર્યોએ કોરોના સમયમાં પણ પ્રજાની સાથે રહ્યાં તેના કારણે ગાંધીનગર સહિતના અનેક ચૂંટણીમાં ભાજપનો વિજય થયો છે. ગાંધીનગર મનપામાં ગયા વખતે ભાજપની જીત થઈ હતી. આજે 41 બેઠકો ઉપર ભાજપનો વિજય થયો છે જ્યારે કોંગ્રેસને બે અને આપને માત્ર એક બેઠક મળી છે. આપને ગુજરાતની જનતાએ રિજેક્ટ કર્યાં છે. સ્થાનિક સ્વરાજ્યની પેટાચૂંટણીમાં પણ ભાજપએ સારો દેખાવ કર્યો છે. આજનું પરિણામ ભાજપને ઐતિહાસિક પરિણામ મળ્યું છે. ગુજરાતની જનતા નરેન્દ્ર મોદીમાં સંપૂર્ણ વિશ્વાસ ધરાવે છે. ગુજરાતના વિકાસ માટે પાટનગર ગાંધીનગરમાં મનપાની સત્તા ફરી ભાજપને સોંપી છે ગાંધીનગરના વિકાસ માટે નવા કોર્પોરેટરો રાજ્ય સરકાર સાથે મળીને કામગીરી કરશે. તેમ ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે જણાવ્યું હતું.

તેમણે વધુમાં કહ્યું હતું કે, વિજય રૂપાણી સહિતના પૂર્વ નેતાઓએ કરેલી કામગીરીથી ભાજપને આ જીત માટે સરળતા મળી છે. ગાંધીનગરની જનતાએ ભાજપને ભવ્ય જીત અપાવી છે. ગુજરાતમાં ત્રીજી પાર્ટી માટે કોઈ જગ્યા નથી. ગુજરાતના મતદારો રાજ્યનું હિત સારી રીતે સમજે છે અને એવી જ રીતે મતદાન કરે છે. મતદારોએ મોટી સંખ્યામાં મતદાન કરીને ભાજપને જીત અપાવી છે. નવા મંત્રીમંડળે શરૂ કરેલા કામને પ્રજાએ સમર્થન આપ્યું છે.

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ જણાવ્યું હતું કે, ભાજપમાં પાર્ટીમાં ગમે એટલો મોટો હોદ્દેદાર હોય પરંતુ તેને જે કામ આપ્યું છે તેઓ એક કાર્યકર તરીકે કામ કરે છે. પ્રજાએ ભાજપ ઉપર મુકેલો વિશ્વાસ પુરો કરવા માટે પ્રયાસ કરતા રહીશું. ગાંધીનગર કોર્પોરેશનની ચૂંટણીમાં 3 બેઠકો ઓછી આવી હોવાની પણ ચર્ચા કરી હતી.

ગાંધીનગર કોર્પોરેશનની ભાજપની ભવ્ય જીત બાદ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના આગેવાનો પ્રદેશ કાર્યાલય કમલમ ગયા હતા. જ્યાં ભાજપના નેતાઓ સાથે બેઠક કરી હતી.