સહમતિથી બનેલા સંબંધો માટે વયમર્યાદા ઘટાડવા મામલે હાલ કોઈ યોજના નહી – સંસદમાં સરકારનો જવાબ
- સહમતિપૂર્ણ સંબંધ મામલે સરકારનો જવાબ
- હાલ આ અંગે કોઈ જ નિર્ણય નહી
દિલ્હીઃ- હાલ સંસંદનુ શિયાળું સત્ર ચાલી રહ્યું છે અનેક સવાલો વચ્તે આ સત્ર હવે થોડા દિવસનમાં પૂર્ણ થવાનું છે ત્યારે સરાકારે સહમતિથી સંબંધ બનાવાની ઉમંરમાં ફેરફઆર કરવા મામલે જવાબા આપ્યો છે અને કહ્યું કે હાલ આ બાબતે કોઈજ યોજના નથી.
જાણકારી પ્રમાણે વિતેલા દિવસને બુધવારના રોજ રાજ્યસભામાં CPI સાંસદ બિનોય વિશ્વમના પ્રશ્નના લેખિત જવાબમાં કહેવામાં આવી હતી. સાંસદ બિનોયે પૂછ્યું હતું કે, શું સરકાર સંમતિની ઉંમરને વર્તમાન 18થી 16 વર્ષ કરવા પર વિચાર કરી રહી છે? ત્યારે મહિલા અને બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે આનો કોઈ પ્રશ્ન જ નથી.
ભારતમાં શારીરિક સંબંધ બાંધવા માટે સંમતિની ઉંમર કેટલી હોવી જોઈએ તે અંગે હંમેશા પ્રશ્નો ઉભા થયા છે. આ અંગે કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રાલય એ સંસદમાં જણાવ્યું હતું કે સરકાર સહમતિથી સંબંધો માટે ઉંમર 18 થી ઘટાડીને 16 કરવાના કોઈ પ્રસ્તાવ પર વિચાર કરી રહી નથી.
ઉલ્લેખનીય છે કે સરકારની આ વાત ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા ધનંજય વાય ચંદ્રચુડ દ્વારા POCSO એક્ટ અંગે આપેલા નિવેદનના થોડા દિવસો બાદ જ આવી છે. ચંદ્રચુડે કહ્યું હતું કે પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સીસ એક્ટ હેઠળ સંમતિની ઉંમર 18 વર્ષ છે અને આ આવા કેસોનો સામનો કરતા જજો માટે મુશ્કેલ પ્રશ્નો ઉભા કરે છે. તેમનું માનવું છે કે આ મુદ્દે વધતી જતી ચિંતાને ધ્યાનમાં રાખીને વિધાનસભા એટલે કે સંસદે વિચારવાની જરૂર છે.
ત્યારે આ બાબતે સંસંદમાં સ્મૃતિ ઈરાનીએ જવાબ આપ્યો કે, “બાળકોને જાતીય શોષણ અને જાતીય અપરાધોથી બચાવવા માટે પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સ (POCSO) એક્ટ, 2012 ઘડવામાં આવ્યો છે. આમાં 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકનો સમાવેશ થાય છે. સરકારની સહમતિપૂર્ણ સંબંધો માટે સંમતિની ઉંમર ઘટાડવાની કોઈ યોજના નથી .