Site icon Revoi.in

ભારતમાં કોરોનાનો બૂસ્ટર ડોઝ આપવા વિચારણા નથી: મનસુખ માંડવિયા

Social Share

દિલ્લી: કોરોનાવાયરસને લઈને સરકાર તમામ તૈયારી કરી રહી છે ત્યારે હવે તે સવાલ પણ ઉઠ્યો છે બૂસ્ટર ડોઝ કોને મળવો જોઈએ અને કોને લેવો જોઈએ. તો આ બાબતે કેન્દ્રનાં આરોગ્યપ્રધાન મનસુખ માંડવિયાએ જણાવ્યું કે ભારતમાં કોરોનાનો બૂસ્ટર ડોઝ આપવા વિચારણા નથી.

સૂત્રો પાસેથી મળતી જાણકારી અનુસાર ભારતમાં લાખો લોકો કુદરતી ઈન્ફેક્ટેડ છે આથી તેમનાં માટે વેક્સિનનાં બે ડોઝ કોરોના સામે રક્ષણ આપવા પૂરતા છે. દેશમાં વેક્સિનનો પુરવઠો વધારવામાં આવ્યો છે. કેટલાક ડૉકટરો તેમજ આરોગ્ય નિષ્ણાતોએ ભારતમાં સંભવિત સંક્રમિતોને ત્રીજો બૂસ્ટર ડોઝ આપવા સરકારને અનુરોધ કર્યો હતો. સરકાર હવે દેશમાં 944 મિલિયન એડલ્ટસને વેક્સિનનાં બંને ડોઝ આપવા ભાર મૂક્યો છે. જાન્યુઆરી સુધીમાં આ કાર્ય પૂરું કરવાની ગણતરી છે.

દેશમાં જુલાઈ સુધીમાં 70 ટકા વસ્તીને કુદરતી ઈન્ફેક્શન લાગી ગયું હતું. આને કારણે બે મોટા તહેવારો ગયા પછી પણ દેશમાં કોરોનાના કેસમાં વધારાનું પ્રમાણ ઓછું રહ્યું છે. કેન્દ્રનાં આરોગ્યપ્રધાન મનસુખ માંડવિયાએ 3 રાજ્યો અને 1 કેન્દ્રશાસિત પ્રદેશને વેક્સિનની આક્રમક ઝુંબેશ હાથ ધરવા આદેશ આપ્યો છે. સોમવારે તેમણે મણિપુર, મેઘાલય, નાગાલેન્ડ અને પુડ્ડુચેરીમાં વેક્સિન કામગીરીની સમીક્ષા કરી હતી.

જાણકારી અનુસાર દેશમાં 81 ટકા પુખ્ત વયનાં ભારતીયોને પહેલો ડોઝ આપવામાં આવ્યો છે જ્યારે 43 ટકાએ બંને ડોઝ લઈ લીધા છે. જો કે 18 વર્ષથી ઓછી ઉંમરનાં લોકોને હજી વેક્સિન આપવાનું શરૂ કરાયું નથી.