Site icon Revoi.in

UP-દિલ્હી સહિત આ રાજ્યોમાં ધુમ્મસથી રાહત નહીં,હવામાનને લઈને આવ્યું આ એલર્ટ

Social Share

દિલ્હી:ઉત્તર ભારત તીવ્ર ઠંડીની ઝપેટમાં છે.સમગ્ર ઉત્તર ભારત બર્ફીલા પવનોથી ધ્રૂજી રહ્યું છે, જ્યારે ધુમ્મસના કારણે વાહનોની ગતિ પર બ્રેક લાગી છે.દિલ્હીમાં શિયાળો સતત રેકોર્ડ તોડી રહ્યો છે ત્યારે ઉત્તર પ્રદેશ, બિહાર અને રાજસ્થાનમાં પણ સ્થિતિ ખરાબ છે.હવામાન વિભાગે તીવ્ર ઠંડી અને ગાઢ ધુમ્મસને લઈને નવી ચેતવણી જારી કરી છે.

હવામાન વિભાગનું કહેવું છે કે,ઈન્ડો ગંગાના મેદાની વિસ્તારોમાં સપાટીની નજીક હળવા પવન અને ઉચ્ચ ભેજને કારણે આગામી ત્રણ દિવસ સુધી ધુમ્મસ ખૂબ જ ગાઢ રહેશે, જેનો અર્થ છે કે, વિઝિબિલિટી શૂન્ય મીટર હોઈ શકે છે.પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, ઉત્તર રાજસ્થાન, બિહાર, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, આસામ, ત્રિપુરા, મધ્યપ્રદેશમાં પણ આગામી બે-ત્રણ દિવસ સુધી ધુમ્મસનો કહેર રહેશે.જેના કારણે હવામાન વિભાગે ઘણા રાજ્યો માટે રેડ અને ઓરેન્જ એલર્ટ પણ જારી કર્યું છે.

વાસ્તવમાં દિલ્હીમાં રવિવાર સિઝનનો સૌથી ઠંડો દિવસ હતો.સફદરજંગમાં લઘુત્તમ તાપમાન 1.9 ડિગ્રી નોંધાયું છે.છેલ્લા ત્રણ દિવસથી પાટનગરનું લઘુત્તમ તાપમાન હિલ સ્ટેશન કરતા ઓછું નોંધાયું છે.એટલે કે દિલ્હીમાં હિલ સ્ટેશનો કરતાં ઠંડી પડી રહી છે.માહિતી આપતાં હવામાનશાસ્ત્રી ડૉ.આર.કે.જેનામણીએ જણાવ્યું કે,અમે પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી અને યુપી માટે રેડ એલર્ટ તેમજ રાજસ્થાન અને બિહાર માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.અહીં ખૂબ ગાઢ ધુમ્મસની શક્યતા છે.10 જાન્યુઆરીથી કોઈ શીત લહેર રહેશે નહીં.જેના કારણે લોકોને રાહત મળવાની આશા છે.અમે રાહ જોઈ રહ્યા છીએ,કારણ કે 10મી જાન્યુઆરીની રાતથી એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાનું છે.તેથી, 10 જાન્યુઆરીની રાતથી, ગાઢ ધુમ્મસ અને શીત લહેરની આ બધી સ્થિતિનો અંત આવશે.