નવી દિલ્હીઃ ગુરુવારે સવારે દિલ્હીમાં હવાની ગુણવત્તા “ખૂબ જ નબળી” રહી હતી. સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (CPCB) અનુસાર, સવારે 9 વાગ્યે હવાની ગુણવત્તા સૂચકાંક (AQI) 367 નોંધવામાં આવ્યો હતો જ્યારે આનંદ વિહાર, અશોક વિહાર, બવાના, જહાંગીરપુરી, મુંડકા, રોહિણી, સોનિયા વિહાર, વિવેક વિહાર, વાઝીપુરમાં હવાની ગુણવત્તા “ગંભીર” શ્રેણીમાં નોંધવામાં આવી હતી.
ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર, દિલ્હીમાં આકાશ સ્વચ્છ રહેવાની સંભાવના છે અને દિવસ દરમિયાન ધુમ્મસ રહેશે, જ્યારે રાત્રે હળવા ધુમ્મસની સંભાવના છે. દિલ્હીમાં લઘુત્તમ તાપમાન 18 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે આ સિઝનના સામાન્ય તાપમાન કરતાં 3.7 ડિગ્રી વધારે છે. સવારે 8.30 કલાકે ભેજનું પ્રમાણ 94 ટકા હતું.